Weather Updates: પૂર્વ ભારતમાં ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી વરસાદની આગાહી

પશ્ચિમ બંગાળમાં 10 દિવસ પછી, બિહારમાં 7 દિવસ પછી અને ઓડિશામાં 5 દિવસ પછી હીટવેવની સ્થિતી ઓછી થઈ છે. IMDએ ટ્વીટ કર્યું. આ પહેલા ગુરૂવારે, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં પારો થોડા ડિગ્રી સુધી ઘટયો હોવાથી હળવા વરસાદે ઉતર ભારતમાં તીવ્ર ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી.

Weather Updates: પૂર્વ ભારતમાં ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી વરસાદની આગાહી
Eastern India will get relief from the heat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 2:00 PM

છેલ્લા કેટલાક સમયથી તીવ્ર ગરમી સહન કર્યા પછી પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણને કારણે હીટ વેવની સ્થિતિ ઓછી થઈ ગઈ છે. જે અંગે ભારતીય હવામાન વિભાગેએ શુક્રવારે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી ગરમીના બનાવોમાં સતત વધારો થતા હીટ વેવની પણ આગાહી કરવામાં આવી હતી. જે બાદ હવે પૂર્વ ભારતમાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

આ રાજ્યમાં હીટ વેવથી આંશિક રાહત

આજે પશ્ચિમ બંગાળમાં 10 દિવસ પછી બિહારમાં 7 દિવસ પછી અને ઓડિશામાં 5 દિવસ પછી હીટવેવની સ્થિતી ઓછી થઈ છે. IMDએ ટ્વીટ કર્યું. આ પહેલા ગુરૂવારે, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં પારો થોડા ડિગ્રી સુધી ઘટયો હોવાથી હળવા વરસાદે ઉતર ભારતમાં તીવ્ર ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી.

તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો

ગુજરાતમાં ગઈકાલે ગરમીથી આંશિક રાહત અનુભવાયો હતો. રાજ્યના મોટાભાગના શહેર-જિલ્લામાં તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો હતો. અમરેલી અને અમદાવાદ કે, જ્યા 39થી 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાતું હતું. ત્યા 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુચાર 22 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છ પંથકમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. 23થી 26 એપ્રિલ દરમ્યાન રાજ્યનું વાતાવરણ સુકુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દ્ગારા વ્યકત કરવામાં આવી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

3 દિવસ વરસાદની આગાહી

IMDએ શુક્રવારે પૂર્વી ભારતના કેટલાક રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ અને વાવઝોડાની આગાહી કરી છે, જે ભયંકર હીટવેવની સ્થિતિમાંથી રાહત આપશે. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયાથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રવર્તતી ગરમીની લહેર સ્થિતિ આ પ્રદેશોમાંથી ઓછી થઈ છે. તાપમાનમાં આ ઘટાડો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પરિભ્રમણ જવાબદાર છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2-3 દિવસમાં કેટલાક રાજ્યમાં તડકાથી રાહત મળશે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની સંભાવના છે.

એન્ટિસાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય

UP પર ચક્રવતી પરિભ્રમણ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એન્ટિસાયકલોનિક સર્ક્યુલેશનને કારણે ભેજના પ્રવેશને કારણે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">