AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Updates: રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર, ચાર દિવસ બાદ પડશે ધોધમાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Rain Updates: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, ચાર દિવસ બાદ રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

Rain Updates: રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર, ચાર દિવસ બાદ પડશે ધોધમાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
Darshal Raval
| Edited By: | Updated on: Sep 21, 2023 | 6:51 PM
Share

Rain Updates: હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે. જ્યાં હવામાને વિભાગે રાજ્યમાં 5 દિવસ છુટોછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં 4 દિવસ સુધી હળવો વરસાદ રહેશે અને 4 દિવસ બાદ ફરી વરસાદનું જોર વધશે. 5 માં દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ વધુ વરસાદ રહેશે. તેમજ 5 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે એક ટ્રફ ડેવલપ થઈ રહ્યો છે જેના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં હાલ 120 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રહ્યો. જોકે 120 ટકા વરસાદ છતા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં હજુ વરસાદ ની ઘટ જોવા મળી છે. અમદાવાદમાં છુટોછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

રાજ્યમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ ધમાકેદાર બેટિંગ સાથે શરૂ થયું. જ્યાં જુલાઈ મહિનામાં રાજ્યમાં ધોધમાર વરસાદ રહ્યો અને બાદમાં વરસાદે દોઢ મહિનાનો વિરામ લીધો. ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. જ્યાં 17 સપ્ટેમ્બર બાદ વરસાદે રંગ રાખતા રાજ્યમાં 100 ટકા ઉપર વરસાદ નોંધાયો. તેમજ છેલ્લે પડેલા વરસાદે પાણીની રાહ જોતા અને વરસાદ પર નભેલા ખેડૂતોના પાકને જીવનદાન પણ આપ્યું. અલનીનો અસર હોવા છતાં સારો વરસાદ રહેતા રાજ્ય માટે તે એક સારી બાબત બની છે.

રાજ્યમાં 11 જિલ્લામાં વરસાદની ઘટ રહી

ચાલુ સીઝનમાં વરસાદી આંકડા પ્રમાણે રાજ્યમાં 120 ટકા વરસાદ નોંધાયાની હવામાન વિભાગે માહિતી આપી છે. જોકે તે વરસાદમાં 11 જિલ્લામાં વરસાદની ઘટ રહી. જોકે -19 ટકા એ સામાન્ય વરસાદ ગણાતો હોવાથી માત્ર ત્રણ જિલ્લા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં જ વરસાદ -19 ટકા કરતા વધુ ઓછો રહ્યો જ્યાં ઘટ સર્જાઈ છે.

આ પણ વાંચો:  Ambalal Prediction: રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, આગામી 27થી 29 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે, વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના 

વરસાદની ઘટના આંકડા પર નજર કરીએ તો

  • વડોદરામાં સામાન્ય વરસાદ હાલ સુધી 854.7 mm પડવો જોઈએ. જ્યાં 685.9 mm વરસાદ નોંધાતા 20 ટકા વરસાદની ઘટ રહી
  • અમદાવાદ જિલ્લામાં હાલ સુધી 636.1 mm વરસાદ પડવો જોઈએ. જ્યાં 504.2 વરસાદ નોંધાયો. જે 21 ટકા વરસાદની ઘટ રહી
  • ગાંધીનગરમાં હાલ સુધી 729 mm વરસાદ પડવો જોઈએ. જ્યાં પરંતુ 586 mm વરસાદ પડ્યો જે 20 ટકા વરસાદની ઘટ રહી
  • ભરૂચ જિલ્લામાં 10 ટકા વરસાદની ઘટ રહી
  • દાહોદમાં 8 ટકા વરસાદની ઘટ રહી
  • ડાંગ જિલ્લામાં 19 ટકા વરસાદની ઘટ રહી
  • નર્મદા જિલ્લામાં 15 ટકા વરસાદની ઘટ રહી
  • તાપી જિલ્લામાં 14 ટકા વરસાદની ઘટ રહી

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">