Ambalal Prediction: રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, આગામી 27થી 29 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે, વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના 

Rain Updates: હવામાન નિષ્ણાંત અને આગાહીકાર  અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડુ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ઼ બાજુ લો પ્રેશર બનશે. જે 12 ઓક્ટોબર સુધઈમાં વાવાઝોડાનું ભીષણ સ્વરૂપ લેશે. 

Darshal Raval
| Edited By: | Updated on: Sep 21, 2023 | 6:51 PM

Weather Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. જે પ્રેશર મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે. બાદમાં 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. જે વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું.

સાથે જ 2018 જેવું વાવાઝોડું બની શકે તેવી સંભાવના વ્યક્ત કરી. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય તેમ જણાવી. બંગાળનું ચક્રવાત પ્રતી કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા વ્યક્ત કરી.

આ પણ વાંચો: Breaking news :જૂનું સંસદ ભવન ભલે વિદેશીઓએ બનાવ્યું હતું પરંતુ પસીનો અને પૈસા દેશવાસીઓના હતા – PM Modi

વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. વાવાઝોડા ના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં અસર રહેશે. જયારે અરબસાગરમાં 21 સપ્ટેમ્બર થી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. જે ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની અસર શરુ થશે. અને મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડશે. તેમજ બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેવાનું જણાવી 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમા ઉભુ થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું તો બીજી તરફ સ્કાયમેટનું માનીએ તો, વાવાઝોડાની અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઇ શક્યતા નથી..જો આ વાવાઝોડું ગુજરાત તરફ આવી જાય તો પણ તે ખુબ નબળું પડી જશે.. અને તેની અસર નહીંવત થઇ જશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us:
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !
અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !
રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ
રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ
દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગ, 1નું મોત
દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગ, 1નું મોત
ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત
ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત
કાલાવડના હરિપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવાને લઈ બબાલ, 5 લોકો ઈજાગ્રસ્ત
કાલાવડના હરિપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવાને લઈ બબાલ, 5 લોકો ઈજાગ્રસ્ત
અંબાજીમાં સામુહિક દુષ્કર્મનો કેસ, 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર
અંબાજીમાં સામુહિક દુષ્કર્મનો કેસ, 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર
g clip-path="url(#clip0_868_265)">