Railway News : પશ્ચિમ રેલવે અમદાવાદ અને બેંગાલુરુ વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
ટ્રેન નંબર 09423 બેંગાલુરુ-અમદાવાદ સ્પેશ્યલ 10,17 અને 24 જૂન 2023 (શનિવારે) બેંગાલુરુ થી 21.10 કલાકે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.

Ahmedabad : પશ્ચિમ રેલવે(Western Railways) મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને બેંગાલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન(Super Fast Train) ચલાવશે. જેમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ- બેંગાલુરુ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ચલાવશે. જેમાં ટ્રેન નંબર 09424 અમદાવાદ – બેંગાલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ 09,16 અને 23 જૂન 2023 (શુક્રવાર) અમદાવાદ થી 16.00 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મંગલુરુ પહોંચશે.
એ જ રીતે ટ્રેન નંબર 09423 બેંગાલુરુ-અમદાવાદ સ્પેશ્યલ 10,17 અને 24 જૂન 2023 (શનિવારે) મંગલુરુ થી 21.10 કલાકે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ઉપરાંત માર્ગ માં બંને દિશાઓમાં આ આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર ઈકોનોમી સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09424 નું બુકિંગ 06 જૂન 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનો ના સ્ટોપ, સંરચના અને સમય ના વિશે વિસ્તૃત માહિતી આઇઆરસીટીસીની વેબસાઇટ પર જોવા મળશે.
7 જૂન 2023ની સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના સ્વરૂપ ગંજ-ભીમાના સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 771 કિમી 578/01-02 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
• 7 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. • 6 જૂન, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો