પાટણમાં રાધનપુરના અંબિકા રોડ પર સંતની સમાધિ પૂર્વે પોલીસની કાર્યવાહી, જુઓ Video
રાધનપુરમાં પત્નીના મૃત્યુ બાદ વૃદ્ધ પતિએ સાથે જ જીવતા સમાધિ લેવાની વાત કરી, વૃદ્ધની અટકાયત કરી પોલીસ અને પરિવારજનોએ સમજાવતા વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જિદ છોડી હતી.
Patan: જીવતા સમાધિ લેવાની સંતની જાહેરાત સાથે જ પોલીસ એક્શનમાં આવી. પાટણના અંબિકા રોડ પર પત્નીના મોત બાદ સંતે સમાધિ લેવાનું એલાન કર્યું. જે બાદ સંતના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા. જેની જાણ થતા જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને સંત સહિત કેટલાક લોકોની અટકાયત કરી. જે બાદ પોલીસે સંત હવે જીવતા સમાધિ નહીં લે તેવી લેખિત બાંહેધરી મેળવી. આ લેખિત સંમતિ બાદ સંતના પરિવારજનોને મુક્ત કરવામાં આવ્યા.
આ પણ વાંચો : Valsad: કચી ગામમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, જુઓ Video
આ બનાવની જાણ રાધનપુર પોલીસ ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી જઈને જીવાભાઈ વાવરિયા ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જીવાભાઈ એ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મારી પત્ની અને મે જીવવા મરવાના કોલ એકબીજા ને આપ્યા હોય હું મારી પત્ની પાછળ જીવતાં સમાધિ લેવા માગું છું અને સમાધિ માટે ભગવાનની મંજૂરી મળી હોવાનું જણાવી પોલીસ ની એકપણ વાત માનવા તૈયાર ન થતાં આખરે પોલીસે જીવાભાઈ વાવરિયા ની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પરિવારને સાથે રાખીને સમજાવવાનો પ્રયાસ કરતા કલાકોની સમજાવટ બાદ જીવાભાઈ વાવરિયા એ જીવતા સમાધિ લેવાની જિદ છોડતા પોલીસે પરિવારની સાક્ષીમાં તેઓનું નિવેદન લઈ તેઓને મુકત કર્યા હતા. જયારે મૃતક રૂખીબેન વાવરિયા ની પરિવારજનો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી હતી.