AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news: અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે

અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો (Train) પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Railway news: અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે
Western railway news
Darshal Raval
| Edited By: | Updated on: Nov 10, 2022 | 8:28 AM
Share

પશ્ચિમ રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.

1. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ તારીખ 11 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.

2. ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ તારીખ 11, 13 અને 16 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.

3. ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ તારીખ 10, 12, 14, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે

4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14 નવેમ્બર 2022ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

5. ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 12, 14 અને 16 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

6. ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 10, 11, 13, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડી ને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

વંદે ભારત ટ્રેનના સમયમાં થયો છે ફેરફાર

ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના સમયમાં 5મી નવેમ્બરથી અમુક સ્ટેશનો વચ્ચે ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5મી નવેમ્બરથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ અંગે મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે વિગતો આપી હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ સમયમાં ફેરફારની વિગતો આ પ્રમાણે છે .

ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપીથી 08.04/08.06 કલાકને બદલે 08.00/08.02 કલાકે, સુરત સ્ટેશને 09.00/09.03 કલાકને બદલે 08.55/08.58 કલાકે પહોંચશે.

તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરાથી 15.50/15.55 કલાકે ને બદલે 15.53/15.56 કલાકે ઉપડશે, વાપી સ્ટેશને 18.13/18.15 કલાકે 18.81/18.48 કલાકે આવશે. અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">