PSM100: બાળકોમાં સંસ્કાર સિંચનની અવિરત સરવાણી, યોગીજી મહારાજે વાવેલો બાળ પ્રવૃતિનો છોડ વિસ્તરીને બન્યો વટવૃક્ષ
પ્રમુખ સ્વામી મહારાજ હંમેશાં બાળસ્નેહી રહ્યા છે ગરીબ કે તંવગર -તમામ બાળકો માટે તેઓ સહજ સુલભ હતા અને બાળકો તેમના વ્હાલા સ્વામીબાપા પાસે કાલીઘેલી રજૂઆતો કરતા હતા. વર્તમાનકાળે પ. પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સમગ્ર વિશ્વમાં 5 ખંડોના 40 દેશમાં 1,50,000 જેટલાં બાળકો બાળપ્રવૃતિમાં સામેલ છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, તેમાં બાળ સંસ્કાર દિવસની ઉજવણી થઈ રહી છે, તેમાં લોકો બાળનગરીથી અભિભૂત થઈ રહ્યા છે અને બાળકો દ્વારા રજૂ કરવામાં આવતા પર્ફોમન્સથી અભિભૂત થઈ જાય છે. ત્યારે બાળકોના આ વિકાસના પાયામાં રહેલી છે પૂજય યોગીજી મહારાજ દ્વારા વર્ષ 1954માં શરૂ કરવામાં આવેલી બાળપ્રવૃતિ અને બાળસભાનું આયોજન. નાના બાળકો કુમળા છોડ હોય છે તેનામાં જેટલું ખાતર અને પાણી સિંચો તેવો તેનો વિકાસ થાય છે. આ બાબતને સાર્થક કરતા બીએપીએસમાં સુંદર મજાની બાલપ્રવૃતિઓ ચાલે છે. જેની પ્રશંસા દિગ્ગજો પણ કરી ચૂક્યા છે. હાલમાં 5 ખંડોના 40 દેશોમાં 1,50,000 જેટલાં બાળકો બાળપ્રવૃતિમાં સામેલ છે અને તેનું સંચાલન 20,000 જેટલાં બાળ બાલિકા કાર્યકરો કરે છે.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા 1954માં શરૂ કરાયેલી બાળપ્રવૃત્તિને પ્રમુખસ્વામી મહારાજે વિશાળ વટવૃક્ષરૂપે વિસ્તારી
પ્રમુખ સ્વામી મહારજ હંમેશાં બાળસ્નેહી રહ્યા છે, ગરીબ કે તંવગર -તમામ બાળકો માટે તેઓ સહજ સુલભ હતા અને બાળકો તેમના વ્હાલા સ્વામીબાપા પાસે કાલીઘેલી રજૂઆતો કરતા હતા. વર્તમાનકાળે પ. પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સમગ્ર વિશ્વમાં 5 ખંડોના 40 દેશમાં 1,50,000 જેટલા બાળકો બાળપ્રવૃતિમાં સામેલ છે. હાલમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને આઝાદીના અમૃત મહોત્સવ પર્વે મે, 2022માં BAPSના 16 હજાર બાળકોએ 14 લાખ લોકોનો સંપર્ક કર્યો હતો અને 4 લાખ લોકો વ્યસનમુક્તિ માટે થયા પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા તો 5 જુલાઇ, 2007 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે કલામે રાષ્ટ્રવ્યાપી વ્યસનમુક્તિ અભિયાન માટે BAPSના બાળકોને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી અભિનંદન પાઠવ્યા હતા
બાળકો દ્વારા સંચાલિત થતી બાળનગરી બની છે આકર્ષણનું કેન્દ્ર
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 17 એકરમાં ફેલાયેલી ભવ્ય, જ્ઞાનવર્ધક બાળ નગરી એક અનેરા આકર્ષણ અને જીવનઘડતરનું કેન્દ્ર બની છે. આ બાળનગરી 4500 બાળ સ્વયંસેવકો- સ્વયંસેવિકાઓ દ્વારા સંચાલિત થઈ રહી છે જેમાં ઉચ્ચ જીવનશૈલીની પ્રેરણા આપતાં ત્રણ બાળ પ્રદર્શનખંડો છે જેમાં બીએપીએસ બાળપ્રવૃત્તિ ના પાંચ મુખ્ય આધાર સ્તંભો – સંસ્કાર (સામાજિક અને પારિવારિક મૂલ્યો) , શિક્ષણ (શૈક્ષણિક શ્રેષ્ઠતા) , સ્વાસ્થ્ય (નિરામય જીવન) ,સંસ્કૃતિ (વારસો) અને સત્સંગ (આધ્યાત્મિકતા)ની અદભુત ઝાંખી જોવા મળી છે. બાલનગરી અનેકવિધ રોચક પ્રસ્તુતિઓ દ્વારા બાળકોના સંસ્કારઘડતરની નગરી બની ચૂકી છે . બી. એ પી એસ બાળ નગરી – ખાતે 30 ડિસેમ્બર સુધીમાં 87, 746 બાળકોએ વિવિધ સુટેવના નિયમો લીધા છે
સી ઓફ સુવર્ણા : પ્રાર્થના+પુરુષાર્થ = સફળતાને દૃઢ કરાવતું પ્રદર્શન વિલેજ ઓફ બુઝો: માતાપિતાના ઉપકારોનું સ્મરણ કરાવતું પ્રદર્શન જંગલ ઓફ શેરુ : સ્વ-વિકાસની પ્રેરણા આપતું પ્રદર્શન
બી. એ. પી. એસ બાળપ્રવૃતિને બિરદાવતા પુરસ્કારો:
- 1989- શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ – ગુજરાત સરકાર
- 1992 – શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ – ભારત સરકાર
- 2009 – શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ માટે ક્વિન એવાર્ડ –ઈંગ્લેન્ડ સરકાર
- વર્ષ 2004 માં બાળપ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દ્વારા બાળપ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી