AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM100 : દેશ વિદેશની મહિલાઓએ બોલાવી ભક્તિ સંગીતની રમઝટ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીથી માંડીને અનેક મહિલા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન(HAF) ના એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રીમતી સુહાગ શુક્લાએ જણાવ્યું હતું કે હું આજે પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને ખૂબ જ અભિભૂત છું. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને તેમનું સૂત્ર યાદ આવે છે કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ.

PSM100 : દેશ વિદેશની મહિલાઓએ બોલાવી ભક્તિ સંગીતની રમઝટ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીથી માંડીને અનેક મહિલા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
PSM women's day celebration
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 10:24 AM
Share

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં મહિલા દિવસ તરીકે એક વિશેષ ઉજવણી કરવામાં આવી. આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રાજકોટના રાજમાતા કાદંબરી દેવી, ધારાસભ્ય રિવાબા જાડેજા, નીમાબેન આચાર્ય, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ સહિત મહિલા નેતાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. આ તમામ મહિલા શક્તિઓનું અહીં મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસની ઉજવણીના ઉપક્રમે વિસેષ ભક્તિ સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકનેપ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની સેવામાટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટેઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સામય આપવાની વાત કરી. આપણે આદર્શોનામાર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે.

સ્વામીશ્રીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું

આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે. સ્વામીશ્રીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું. ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કેવિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સી ઓફ સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી કાર્યરત બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવીરીતે ખુશ છો ? તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામીમહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે .

હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન(HAF) ના એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રીમતી સુહાગ શુક્લાએ જણાવ્યું હતું કે હું આજે પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને ખૂબ જ અભિભૂત છું. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને તેમનું સૂત્ર યાદ આવે છે કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ, કારણકે આ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતાની ભાવના પ્રજ્વલિત કરી છે. પ્રમુખસ્વામી મહારાજે એકતા , આદરભાવ અને સત્યના પાઠ શીખવ્યા છે. નમસ્તે એક શબ્દ નથી, પરંતુ સાધના છે જે આપણને અંદરથી શુદ્ધ કરે છે.જો આપણે દરેકમાં ભગવાનના દર્શન કરીશું તો નાતજાત અને ઊંચનીચના ભેદભાવથી ઉપર આવી જઈશું.

g clip-path="url(#clip0_868_265)">