Police Promotion : ગુજરાત પોલીસ વિભાગમાં સમયસર બઢતીઓથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર

વર્ષ 2024માં 312 પી.એસ.આઇ, 77 એ.એસ.આઇ, 1046 હેડ કોન્સ્ટેબલ અને 1129 પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત 228 ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ 2792 કર્મચારીઓને બઢતી અપાઇ.

Police Promotion : ગુજરાત પોલીસ વિભાગમાં સમયસર બઢતીઓથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2024 | 6:02 PM

સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે. ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો

સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખુબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે.

2792 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી

ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 2792 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

1129 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી

વર્ષ-2024માં સપ્ટેમ્બર માસ સુધીમાં 312 પી.એસ.આઇને પી.આઇ, 77 એ.એસ.આઇને પી.એસ.આઇ, 1046 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 1129 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 228 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

(ઈનપુટ – કિંજલ મિશ્રા)

g clip-path="url(#clip0_868_265)">