PM Narendra Modi આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લગભગ 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે.
ચાર રાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદી (PM MODI) આજથી મિશન ગુજરાત (Gujarat) પર આવી રહ્યા છે. પીએમ મોદી પોતાના બે દિવસના ગુજરાતના પ્રવાસમાં અનેકવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કાર્યક્રમમાં હાજરી તેમજ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવવા સહિતના કાર્યક્રમ યોજાશે.
આજથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. PM મોદીના આગમનને તમામ તૈયારીઓ ભાજપ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારે 10 કલાકે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાં ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ-શો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી યોજાશે. આ એક કલાકના રોડ શો દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે.
વડાપ્રધાનના આ રોડ-શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં વડાપ્રધાન જવાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે.
12 માર્ચે વડાપ્રધાન સાંજે 6.30 કલાકે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે. તો એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. સ્ટેજ પર દેશના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.
વડાપ્રધાનના કાર્યક્રમોની રૂપરેખા
11 માર્ચ-શુક્રવાર
સવારે 10 વાગે- અમદાવાદ એરપોર્ટ પર આગમન
સવારે 10.15 વાગે- એરપોર્ટથી રોડ-શૉ શરૂ
સવારે 11.15 વાગે-કોબા કમલમ્ ખાતે આગમન
બપોરે 1 વાગે- ભાજપ કાર્યાલય ખાતે બેઠક
સાંજે 4 વાગે- અમદાવાદ-GMDC ખાતે પંચાયત મહાસંમેલન
સાંજે 6 વાગે- રાજભવન પરત, રાત્રિ રોકાણ
12 માર્ચ-શનિવાર
સવારે 11 વાગે- રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસ થાચે આગમન, દહેગામ
સવારે 11.15 વાગે- રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ- પદવીદાન સમારોહ
બપોરે 1 વાગે- રાજભવન પરત
સાંજે 6 વાગે- અમદાવાદ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભનું ઉદ્ધઘાટન
રાત્રે 8 વાગે- સ્ટેડિયમથી એરપોર્ટ રવાના
રાત્રે 8.30 વાગે- અમદાવાદથી નવી દિલ્હી વિશેષ વિમાન મારફતે રવાના
આ પણ વાંચો-
અમદાવાદમાં પીએમ મોદીની મુલાકાત પૂર્વે ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ, વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો
આ પણ વાંચો-