અમદાવાદમાં પીએમ મોદીની મુલાકાત પૂર્વે ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ, વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:48 PM

અમદાવાદમાં(Ahmedabad) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  11 માર્ચના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને 12 માર્ચના રોજ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના હાજરી આપવાના છે. જેના પલગે શહેર ટ્રાફિફ પોલીસ દ્વારા ટ્રાફિકને લઇને જાહેરનામું (Traffic Managment) બહાર પાડયામાં આવ્યું છે. જેમાં પીએમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનના રાખીને અમુક રોડ અને વિસ્તારો નિયત સમયગાળા દરમ્યાન બંધ રાખીને વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા છે. જે મુજબ 11 તારીખે બપોરે 12 વાગ્યાથી ટ્રાફિકના પ્રતિબંધ લાગુ પડી જશે અને જીએમડીસી ગ્રાઉન્ટ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી રૂટ પર પ્રતિબંધ લાગુ રહેશે. ટ્રાફિક પોલીસે આ સાથે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. આ કારણે બપોરના 12:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હ્યાત થઈને કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.

વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

આ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ થઈને શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઈને માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને કેશવબાગથી ડાબી બાજુ વળીને અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને પાંજરાપોળ ચાર રસ્તા થઈને ગુલબાઈ ટેકરાથી દાદાસાહેબ પગલા ચાર રસ્તાથી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.

પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.

રીવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ પણ બંધ રહેવાનો છે. તેમાં વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ-રીવરફ્રન્ટ પૂર્વનો માર્ગ એટલે કે, વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈને આશ્રમ રોડથી પાલડી ચાર રસ્તા થઈને અંજલિ ચાર રસ્તા પર અવર-જવર કરી શકાશે. ઉપરાંત પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો : Gujarat માં કોરોના મૃત્યુ સહાય ચાર લાખ આપવા કેન્દ્ર સરકારને પત્ર લખવા કોંગ્રેસની માંગણી

આ પણ વાંચો : Vadodara: ડભોઈમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મ કેસમાં પોકસો કોર્ટે આરોપીને 46 વર્ષની સજા ફટકારી

 

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">