વૈવાહિક દુષ્કર્મ મુદ્દે અરજી, હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી માગ્યો જવાબ
અરજદારે હાઇકોર્ટમાં કહ્યું કે પત્ની પર રેપ કેસમાં પતિને સજાના દાયરામાંથી શા માટે બાકાત રખાયો છે.પતિને સજાથી બહાર રાખવો નારી સન્માન અને બંધારણીય અધિકારો પર તરાપ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
વૈવાહિક બળાત્કાર મુદ્દે કરાયેલી અરજીને હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી છે.અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. વૈવાહિક બળાત્કારના કેસને લઇ પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઇને પડકારવા હાઇકોર્ટમાં એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી.
અરજદારે હાઇકોર્ટમાં કહ્યું કે પત્ની પર રેપ કેસમાં પતિને સજાના દાયરામાંથી શા માટે બાકાત રખાયો છે.પતિને સજાથી બહાર રાખવો નારી સન્માન અને બંધારણીય અધિકારો પર તરાપ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.15 વર્ષથી મોટી ઉંમરની પત્ની પર બળાત્કારના કેસમાં પતિને સજાથી બાકાત ન રાખવો જોઇએ તેવી પણ માગ કરાઇ છે.સાથે સાથે અરજીમાં પતિ પત્ની સાથે મારઝૂડ કરે તો સજા પણ બળાત્કાર કરે તો સજા કેમ નહીં તેવો પણ સવાલ કરાયો છે.
તો અન્ય એક કેસમાં હાઇકોર્ટે આપ્યો મહત્વનો આદેશ
પુખ્ત વયના યુવક અને યુવતીને એક સાથે રહેવાનો અધિકાર છે, હાઇકોર્ટે કર્યો આદેશ. એક હિન્દૂ યુવક અને મુસ્લિમ યુવતીએ લગ્ન કરીને એકબીજા સાથે રહેવાની માંગણી કોર્ટ સમક્ષ મુકતા હાઈકોર્ટે આદેશ કર્યો. ગીર સોમનાથના કોડીનારમાં રહેતા યુવક અને યુવતીએ અગાઉ ભાગીને લગ્ન કર્યા હતા, ત્યારબાદ યુવતીના પિતાને યુવક સામે 376, 363, 366 અને પોકસો એકટની કલમ લગાવી હતી, હાઇકોર્ટમાંથી યુવકને જામીન મળી પણ ગયા છે, પણ મુસ્લિમ યુવતી યુવક સાથે રહેવા માંગતા હતા, જેથી તેને જૂનાગઢ પોલીસ દ્વારા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં રખાઈ હતી.
હવે યુવતી 18 વર્ષથી ઉપરની થતા બંને જણા એકબીજા સાથે ફરીથી રહેવા માંગે છે, પણ નારી સંરક્ષણ ગૃહ દ્વારા યુવતીને યુવક સાથે વાત કરવાની પરવાનગી આપવા નહોતા દેતા, જેથી એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાઈ હતી. જેને પગલે બંને યુવક યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. જ્યાં હાઇકોર્ટ સમક્ષ યુવતીએ યુવક સાથે રહેવાની માંગ કરતા હાઇકોર્ટે પુખ્ત વયની ઉમર ધરાવતા યુવક યુવતીને એક બીજા સાથે રહેવા માટે મંજૂરી આપી.
આ પણ વાંચો : CBSE 12th Accountancy: CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓને એકાઉન્ટન્સીમાં 6 ગ્રેસ માર્ક્સ આપશે? જાણો બોર્ડે શું કહ્યુ