AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 12th Accountancy: CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓને એકાઉન્ટન્સીમાં 6 ગ્રેસ માર્ક્સ આપશે? જાણો બોર્ડે શું કહ્યુ

CBSE 12th Accountancy: CBSE ધોરણ 12 ની ટર્મ 1 પરીક્ષામાં, એકાઉન્ટન્સી માટે વિદ્યાર્થીઓને 6 માર્ક્સ સુધીના ગ્રેસ માર્ક્સ આપશે તેવી વાતો ચાલી રહી છે. આ અંગે બોર્ડે સાચી માહિતી આપી છે.

CBSE 12th Accountancy: CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓને એકાઉન્ટન્સીમાં 6 ગ્રેસ માર્ક્સ આપશે? જાણો બોર્ડે શું કહ્યુ
CBSC Notice
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 3:09 PM
Share

CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓ(Standard 12th students) માટે અગત્યના સમાચાર મળ્યા છે. ઘણા મીડિયા અહેવાલો(Media reports)માં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ટર્મ 1 એકાઉન્ટન્સી(Accountancy) પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ(Grace Marks) આપવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CBSE બોર્ડ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે શાળાના આચાર્યોને એક ઓડિયો સંદેશ મોકલીને આ માહિતી આપી છે. પરંતુ CBSE બોર્ડે આ અહેવાલોને ફગાવી દીધા છે. આ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત તમામ હિતધારકોને ફેક ન્યૂઝ સામે ચેતવણી આપવામાં આવી છે. જાણો બોર્ડ (CBSE બોર્ડ)એ શું કહ્યું…

CBSEએ ગ્રેસ માર્ક્સની વાતને નકારી

હવે CBSE બોર્ડે એક નોટિસ જારી કરી છે જેમાં અલગ-અલગ રિપોર્ટમાં કરવામાં આવેલા આ દાવાઓને નકલી કહેવામાં આવ્યા છે. બોર્ડે કહ્યું છે કે CBSE પરીક્ષા નિયંત્રકના આ ઓડિયો સંદેશાઓ અને ગ્રેસ માર્ક્સ અંગે વાયરલ થઈ રહેલા સમાચારો સંપૂર્ણપણે ખોટા છે. સીબીએસઈએ આવો કોઈ નિર્ણય લીધો નથી.

ગ્રેસ માર્કસ પર શું અહવાલો હતા?

અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતુ કે ‘CBSE એ કહ્યું છે કે ધોરણ 12 માં એકાઉન્ટન્સી પરીક્ષા (ટર્મ 1) માં પૂછવામાં આવેલા પ્રશ્નોમાં કેટલીક ભૂલોને કારણે વિદ્યાર્થીઓને થતી મૂંઝવણને ધ્યાનમાં રાખીને, બોર્ડ દ્વારા 6 માર્કસ સુધી ગ્રેસ માર્કસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આચાર્યોને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં સંયમ ભારદ્વાજે કહ્યું છે કે વિદ્યાર્થીઓને પરેશાન ન થવું જોઈએ. જો તમે 28 થી 31 પ્રશ્નોનો યોગ્ય રીતે પ્રયાસ કર્યો છે, તો તમને 38 ગુણ મળશે. CBSE 5 થી 6 માર્કસના ગ્રેસ માર્કસ આપશે.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘CBSE કંટ્રોલર ઑફ એક્ઝામિનેશને કબૂલ્યું છે કે વર્ગ 12 એકાઉન્ટન્સીમાં પ્રશ્ન નંબર 10 આન્સર-કીમાં એકદમ સાચો છે, જ્યારે પ્રશ્ન નંબર 47 વિવાદિત છે’.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સંયમ ભારદ્વાજે CBSE ધોરણ 12 એકાઉન્ટન્સીના પ્રશ્નપત્રને વિદ્યાર્થીઓ માટે શૉક ગણાવ્યો છે. સીબીએસઈના સેમ્પલ પેપરમાં 55માંથી 45 પ્રશ્નો ઉકેલવાની સૂચના હતી. જ્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને 48માંથી 40 પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પેટર્નમાં આ અચાનક બદલાવ વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારો હતો. આ ઉપરાંત પ્રશ્નપત્રમાં સૂચનાઓ પણ યોગ્ય રીતે આપવામાં આવી ન હતી.

આ પણ વાંચોઃ નવસારીના જશ શાહ અને સિદ્ધ લાડની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી

આ પણ વાંચોઃ એક સમય પર વ્લાદિમીર પુતિનને ટેક્સી ચલાવવાની ફરજ પડી હતી! રશિયન રાષ્ટ્રપતિએ પરિસ્થિતિ વિશે કરી વાત

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">