અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં 31.20 લાખની લૂંટ આચરનાર 2 આરોપી ફિલ્મી સ્ટાઈલથી ઝડપાયા
અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ વિસ્તારમાં નેશનલ હેન્ડલુમના કર્મચારીઓને છરી બતાવીને ફિલ્મી સ્ટાઇલથી લૂંટ કરનાર 2 આરોપી ઝડપી લેવામાં આવ્યા છે. બોપલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આરોપીએ મોજશોખ કરવા માટે લૂંટને અંજામ આપ્યો હોવાનુ ખુલ્યુ છે. પોલીસ અને સ્થાનિક લોકોની સતર્કતાથી લૂંટારાઓ રંગે હાથે ઝડપાયા.

અમદાવાદ શહેરમાં જાણે કે ક્રાઈમનો આંક નિચો આવતો જ ના હોય એવી સ્થિતિ છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં બાઈક પર આવેલા બે લૂંટારુઓએ લૂંટ આચરી હતી. છરી બતાવીને બે આરોપીઓએ નેશનલ હેન્ડલૂમના કર્મચારીઓને લૂંટી લીધા હતા. પરંતુ સ્થાનિકોની સતર્કતાને લઈ બંને લુંટારુ આરોપીઓ ઝડપાઈ આવ્યા હતા.
નેશનલ હેન્ડલૂમ માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રોહિત ચૌધરી 31.20 લાખની રોકડ લઈ ને એલિસબ્રિજ ની એસ.બી.આઇ બેંક પૈસા જમાં કરવા જઈ રહ્યા હતા. તે સમયે આરોપી ભરત ગોયલ અને મહાવીરસિંહ દિયાએ તેમની એક્ટિવા રોકીને છરી વડે હુમલો કરીને રોકડ ભરેલી બેંગ લૂંટી ફરાર થઈ રહ્યા હતાં. બન્ને લુટારુઓ બાઈક મૂકી ને નાસી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસે ફિલ્મી સ્ટાઈલ એ પીછો કરીને બન્ને આરોપી ને પકડી લીધા.
પોલીસ હવે જાણભેદુને શોધવા લાગી
બન્ને આરોપી એક હોટલના કમ્પાઉન્ડ ની ઘુસી જતા ત્યાંથી પકડીને લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપી ભરત અને મહાવીર મૂળ રાજસ્થાન નાં રહેવાસી છે. બોપલ મા હાઇટેક સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને આરોપી ભરત 2014 થી અમદાવાદમાં હતો. જ્યારે મહાદેવ છ મહિના પહેલા જ અમદાવાદમાં આવ્યો હતો. બન્ને એક જ ગામના હોવાથી મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીઓ બે દિવસ સુધી નેશનલ હેન્ડલૂમ અને બેન્કોની રેકી કરી હતી. ત્યારે નેશનલ હેન્ડલૂમ મા લૂંટનો ભોગ બનનાર રાજસ્થાનનો વતની છે, જેથી પોલીસને શંકા છે કે લૂંટની ટીપ આપનાર નેશનલ હેન્ડલૂમ મા કામ કરતા કર્મચારી જ હોઇ શકે છે. હાલ માં પોલીસે બન્ને લુંટારુ ઓની ધરપકડ કરી ગુનામાં ઉપયોગ લેવાયું બાઈક,છરી અને રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટ કરવા આરોપીઓ બાઈકની ચોરી કરી હતી. જે બાદ લૂંટનાં ગુનાને અંજામ આપીને બાઈક ત્યાં મૂકી રાખવાના હતા. જે બાદ લૂંટનાં પૈસા લઈ સીધા જ પોતાના વતન જતા રહેવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમના આ ષડયંત્ર માં સફળ થાય તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયા. ત્યારે બન્ને આરોપી ઓ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને ચોરી બાઈક કોનું છે જેને લઈ આરોપી નાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.