અમદાવાદના મિનીએચર આર્ટિસ્ટે ચોખાના દાણા પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી, મેયર અને MPને શુભેચ્છા પત્ર લખીને આપ્યો
દીપક ભટ્ટે તેમને ચોખાના દાણા પર 70 શબ્દોમાં શુભેચ્છા પત્ર લખીને આપ્યો હતો. એક અક્ષર ચોખાના દાણા જેટલો હોય છે ત્યારે તેમાં તેમને આટલા શબ્દો સમાવ્યા.ઓસ્ટ્રેલિયામાં પણ લોકો આ જોઈ આશ્ચર્ય ચકીત થયા હતા. પૂર્વ પીએમ સ્કોટ જ્હોન મોરિસનને તેમને ચોખાના દાણા પર એકબાજુના ભાગ પર ઓસ્ટ્રેલિયાનો સિમ્બોલ બીજી બાજું કાંગારુનું ચિત્ર દોરીને આપ્યું હતું.
Ahmedabad : અમદાવાદના નરોડાની પંજરી રેસિડેન્સીમાં રહેતા મિનીએચર આર્ટિસ્ટ (Miniature Artist) દીપક ભટ્ટની કલા જોઈને ગુજરાત કે દેશના લોકો જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ગૌરવ અનુભવી રહ્યા છે. આવી જ કલાનો અનુભવ તેમને ઓસ્ટ્રેલિયામાં જઈને ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી સ્કોટ જ્હોન મોરિસન તથા મેયર સમીર પાંડે તથા એમપી માર્ક કોરને કરાવ્યો હતો.
આ પણ વાંચો-Gujarat Weather Forecast : આજે અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના, જુઓ Video
દીપક ભટ્ટે તેમને ચોખાના દાણા પર 70 શબ્દોમાં શુભેચ્છા પત્ર લખીને આપ્યો હતો. એક અક્ષર ચોખાના દાણા જેટલો હોય છે ત્યારે તેમાં તેમને આટલા શબ્દો સમાવ્યા.ઓસ્ટ્રેલિયામાં પણ લોકો આ જોઈ આશ્ચર્ય ચકીત થયા હતા. પૂર્વ પીએમ સ્કોટ જ્હોન મોરિસનને તેમને ચોખાના દાણા પર એકબાજુના ભાગ પર ઓસ્ટ્રેલિયાનો સિમ્બોલ બીજી બાજું કાંગારુનું ચિત્ર દોરીને આપ્યું હતું. આ જોઈ અભિભૂત થયેલા પૂર્વ પ્રાઈમ મિનિસ્ટરે ત્યાંની સિમ્બોલિક ગિફ્ટ ભેટમાં આપી હતી. ઓસ્ટ્રેલિયાના મેયરે ત્યાંનો રાષ્ટ્રધ્વજ અને સિમ્બોલિક સિક્કો આપ્યો.
આ અંગે વધુમાં જણાવતા દીપક ભટ્ટ કહે છે કે, હું મારા મિત્રને ત્યાં ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ગયો હતો. જેથી તેમના એક મિત્રને મારી આ મિનીએચર આર્ટ વિશે વાત કરી હતી. જેથી તેઓ પણ પ્રભાવિત થયા હતા.અને તેમને સિટીના મેયરને મળવા માટે લઈ ગયા હતા, પરંતુ લોર્ડ મેયર સમીર પાંડેને મળુ એ પહેલા મેં તેમના માટે ચોખાના દાણા પર 70 શબ્દોનો શુભેચ્છા પત્ર લખીને તૈયાર કર્યો હતો. જે આપતા તેઓ જોઈને અભિભૂત થયા હતા. આ આર્ટ જોઈ તેમની ખૂશીનો પાર ન રહ્યો. આ રીતે મે માર્ક કોર MP- મેમ્બર ઓફ ઓટલી, એનએસડબલ્યુ, ઓસ્ટ્રેલિયા કે જેમને મળીને પણ શુભેચ્છા પત્ર આપ્યો હતો.
દિપક ભટ્ટે વધુમાં જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના મેયર અને અન્ય લોકોએ મારા વિશે વધુ જાણ્યું હતું અને મારા અન્ય મિનિએચર આર્ટના અત્યાર સુધીના રેકોર્ડ વિશે પણ જાણ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રેસિડેન્ટ સ્કોટ મોરીસન કે જેઓ આ આર્ટને જોઈને વધુ પ્રભાવિત થયા હતા. જે આર્ટ થકી ભારતનું નામ રોશન થાય ત્યારે મને ખૂબ ગર્વ થાય છે.
દીપકભાઈની અનેક સિદ્ધીઓ છે. પોતાની આર્ટની હરાજી કરીને ચેરિટી પણ કરે છે. જ્યારે પુલવામામાં અટેક થયો ત્યારે કલાકૃતિઓને વેચીને શહીદ પરીવારો માટે ફંડ એકત્રિત કર્યું હતું. 1 લાખ 51 હજારનો ચેક આપ્યો હતો. આ ઉપરાંત જરુરીયાતમંદ વિદ્યાર્થીઓની ભણતરની ફી પણ તેઓ કલાકૃતિઓમાંથી આવેલી રકમમાંથી ભરે છે.
દીપક પરશુરામ ભટ્ટ કે જેઓ અમદાવાદ નરોડા વિસ્તારના રહેવાસી છે. પરંતુ તેમનું મૂળ વતન સોલડી ગામ ધાંગધ્રાની બાજુમાં આવેલું છે. તેમના ગામના લોકો પણ તેમના પર ખૂબ જ ગૌરવ અનુભવે છે કેમ કે, તેમની સિદ્ધીઓ આંગળીના વેઢે ગણાય નહીં એટલી છે. તેમને ગિનીસ બુક, ઈન્ડિયા બુક અને લિમ્કા બુકમાં પણ સ્થાન મેળવ્યું છે.માથાના વાળમાં ઉભો હોલ એક ઇંચનો બનાવી તેમાંથી બીજો વાળ પસાર કરવામાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ચાલું બાઈકે સોપારીમાંથી શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ બનાવીને સ્થાન મેળવ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો