Gujarat Weather Forecast : આજે અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના, જુઓ Video

Gujarat Weather Forecast : આજે અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:16 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જેમાં 4 દિવસ સુધી હળવો વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યાર બાદ વરસાદનું જોર વધી શકે છે.તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ વધુ વરસાદ તેવી આગાહી કરવામાં આવી છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જેમાં 4 દિવસ સુધી હળવો વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યાર બાદ વરસાદનું જોર વધી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ, જુઓ Video

તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ વધુ વરસાદ તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટ્રફ ડેવલપ થઈ રહ્યો છે. જેના પગલે આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે અમદાવાદ, બનાસકાંઠા, ભરુચ,જુનાગઢ,મહેસાણા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અરવલ્લી, દાહોદ, ગીર સોમનાથ,ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ જામનગર, નર્મદા, નવસારી, સુરત,વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આણંદ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">