અમદાવાદમાં મેઘરાજાનું દે…ધનાધન, અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની (Heavy Rain) ધમાકેદાર બેટિંગ જોવા મળી.
ગુજરાતમાં (Gujarat Rain) ફરી મેઘરાજા મહેરબાન થયા છે.સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે,ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે સાંજથી ધોધમાર વરસાદ (Heavy rain) વરસવાનું શરૂ થયું હતું. આ મેઘાની સવારી હજુ પણ યથાવત છે. શહેરના મોટભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.જેમાં હાટકેશ્વર (hatkeshwar area) ભારે વરસાદને પગલે વિસ્તાર બેટમાં ફેરવાયું હતું. આ ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ વરસ્યો હતો. શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો.
હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે એક કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાટકેશ્વરથી સીટીએમ રોડ (CTM Road) સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ બ્લોકમાં લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ પૂર્વના અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખોખરામાં પણ પાણી ભરાયા હતા.ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં (Rain forecast) અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે.