AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી દુર્ઘટના ટળી, અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ રન વે પર અથડાયો

ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડિગ સમયે જમીન પર અથડાઈ હોવાની છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના બની છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી. 11 જૂને દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ જ પ્રકારે ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો હતો.

મોટી દુર્ઘટના ટળી, અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ રન વે પર અથડાયો
Indigo flight
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:28 PM
Share

અમદાવાદ એરપોર્ટ પર આજે ગુરુવારે મોટી દુર્ઘટના ટળી હતી. બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલા ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જોકે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી.

ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર જ ચકાસણી અને સમારકામ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવની તપાસ ચાલી રહી છે.

દિલ્લીમાં પણ બની હતી આવી જ ઘટના

આ અગાઉ, દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, આવી જ મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો હતો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. એ સમયે જણાવવામાં આવ્યું હતુ કે આ ઘટના ગત રવિવારે એ સમયે બની, જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.

દિલ્લી એરપોર્ટ પર બનેલ આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે, ઈન્ડિગો A321-252NX એરક્રાફ્ટ VT-IMG એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ રન વે પર જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને ફ્લાઈટને નુકસાન થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">