AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2023 :પશ્ચિમ રેલવે સાબરમતી અને ઓખા વચ્ચે મહાશિવરાત્રી ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

મહાશિવરાત્રિ પર્વેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી (જેલ બાજુ) અને ઓખા વચ્ચે વિશેષ ભાડા પર મહાશિવરાત્રી પર્વ વિશેષ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે. જેની વિગતો આ મુજબ છે.

Mahashivratri 2023 :પશ્ચિમ રેલવે સાબરમતી અને ઓખા વચ્ચે મહાશિવરાત્રી ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે
Ahmedabad Special Train For Mahashivratri
Darshal Raval
| Edited By: | Updated on: Feb 11, 2023 | 5:30 PM
Share

મહાશિવરાત્રિ પર્વેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી (જેલ બાજુ) અને ઓખા વચ્ચે વિશેષ ભાડા પર મહાશિવરાત્રી પર્વ વિશેષ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે. જેની વિગતો આ મુજબ છે.

ટ્રેન નંબર 09453/09454 સાબરમતી-ઓખા સુપરફાસ્ટ વિશેષ ટ્રેન [2 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09453 સાબરમતી- ઓખા સુપરફાસ્ટ સ્પેશ્યલ તારીખ 16 ફેબ્રુઆરી 2023 (ગુરુવાર) ને રાત્રે 23.25 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 08.25 કલાકે ઓખા પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09454 ઓખા- સાબરમતી સુપરફાસ્ટ સ્પેશલ 17 ફેબ્રુઆરી 2023 (શુક્રવાર) ના રાત્રે 23:45 કલાકે ઓખા થી ઉપડશે

આ ટ્રેન બીજા દિવસે 08:35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓ ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને પર રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09453 અને 09454 માટે બુકિંગ 12 ફેબ્રુઆરી 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે

આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન -પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.જેની વિગતો આ  મુજબ છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

  • તારીખ 14.02.2023 થી ટ્રેન નં.12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 03.25/03.40 ના બદલે 03.20/03.25 કલાકનો રહેશે.
  • તારીખ 14.02.2023 થી, ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના આગમન-પ્રસ્થાનનો સમય 20.25/20.35 કલાકને બદલે 20.25/20.30 કલાકનો રહેશે.
  • તારીખ 14.02.2023 થી, ટ્રેન નંબર 19055 વલસાડ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના આગમન-પ્રસ્થાનનો સમય 23:50/23:59 ના બદલે 23.50/23:55 કલાકનો હશે.
  • તારીખ 15.02.2023 થી, ટ્રેન નંબર 19056 જોધપુર-વલસાડ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 ના બદલે 03.00/03.05 કલાકનો રહેશે.
  • તારીખ 16.02.2023 થી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 05.00/5.10 ના બદલે 05.00/5.05 કલાકનો રહેશે.
  • તારીખ 17.02.2023 થી 20944 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 00.35/00.45 ને બદલે 00.35/00.40 કલાકનો રહેશે.
  • તારીખ 17.02.2023 થી ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – ભગત કી કોઠી એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 07.25/07.35 ના બદલે 07.25/07.30 કલાકનો રહેશે.
  • તારીખ 18.02.2023 થી 22966 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 કલાકને બદલે 03.00/03.05 કલાકનો રહેશે.

આ પણ વાંચો : Ahmedabad: જમાલપુરમાં તકરારની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી

g clip-path="url(#clip0_868_265)">