મુસાફરોની સુવિધામાં વધારો, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર બે એસ્કેલેટર અને ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ
અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં અને અમદાવાદ સ્ટેશનના મણિનગર છેડે ફૂટ ઓવર બ્રિજ (FOB)નું લોકાર્પણ કર્યું. જેમાં રેલવે સ્ટેશનના આધુનિકિરણના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાને લઈને વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આજે રેલવે સ્ટેશન પર બે એસકેલરેટર અને ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં અને અમદાવાદ સ્ટેશનના મણિનગર છેડે ફૂટ ઓવર બ્રિજ (FOB)નું લોકાર્પણ કર્યું. જેમાં રેલવે સ્ટેશનના આધુનિકિરણના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાને લઈને વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આજે રેલવે સ્ટેશન પર બે એસકેલરેટર અને ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવેનું માનવું છે કે આ સુવિધાથી મુસાફરોને સીધો લાભ થશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈને સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, મેયર કિરીટ પરમાર અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનું એક છોડ આપીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને માહિતી આપી હતી કે અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 મુસાફરો કરી શકશે. આ એસ્કેલેટર લગાવ્યા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.
જેના કારણે મુસાફરો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે.ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખુબ જ ઉપયોગી થશે.અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) ના નિર્માણથી મુસાફરો ને અવાર જવરમાં સગવડતા રહેશે.
સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી અને મેયર કિરીટ પરમારે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવન કુમાર સિંહ, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર કુમાર સંભવ પોરવાલ સહિત રેલવેના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને આ સુવિધાની શરૂઆત કરાવી હતી.
આ પણ વાંચો : અમદાવાદના IAPના રાષ્ટ્રીય સમ્મેલનમાં જોડાયા PM Modi, ફિઝિયોથેરેપિસ્ટ્સને કહ્યાં – ‘Symbol of Hope’