AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપે સામાન્ય કાર્યકરની છબી ધરાવનાર ઉમેદવારને આપી ટિકિટ, જાણો કોણ છે દિનેશ મકવાણા

અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા એ કોંગ્રેસ પાસે છે, ત્યારે દિનેશ મકવાણા આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપે સામાન્ય કાર્યકરની છબી ધરાવનાર ઉમેદવારને આપી ટિકિટ, જાણો કોણ છે દિનેશ મકવાણા
Dinesh makwana
| Updated on: Mar 15, 2024 | 5:01 PM
Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ સીટ છે. ભાજપ દ્વારા આ વખતે પક્ષમાં સામાન્ય કાર્યકરની છબી ધરાવનારની પસંદગી કરવામાં આવી છે. દિનેશ મકવાણા બિનવિવાદ અને જૂથવાદથી પર ચહેરો છે.

કોણ છે દિનેશ મકવાણા ?

અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો જન્મ તારીખ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. દિનેશ મકવાણા 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે.

દિનેશ મકવાણાની રાજકીય સફર

દિનેશ મકવાણાની રાજકીય સફર વિશે વાત કરીએ તો, સૌપ્રથમ તેઓ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જમીન સાથે જોડાયેલા નેતા છે. વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ પ્રથમ વખત ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ સીટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.

કિરીટ સોલંકીની જગ્યાએ દિનેશ મકવાણાની પસંદગી

કિરીટ સોલંકીની ઉંમર અને ત્રણ ટર્મથી તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હોવાના કારણે હવે તેમની જગ્યાએ દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીંબડા, અસારવા અને મણિનગર વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા એ કોંગ્રેસ પાસે છે, ત્યારે દિનેશ મકવાણા આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે.

આ પણ વાંચો કચ્છ લોકસભા બેઠક પર ભાજપે ત્રીજી વખત દિગ્ગજ નેતાને ઉતાર્યા મેદાને, જાણો વિનોદ ચાવડાની રાજકીય સફર

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">