AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 જાન્યુઆરી એટલે વિશ્વ રક્તપિત્ત (લેપ્રસી) દિવસ, ગુજરાતમાં રકતપિત્ત રોગનો પ્રમાણદર દર 10,000ની વસ્તીએ 0.28 ટકા

રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂ્ક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઇપણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે.

30 જાન્યુઆરી એટલે વિશ્વ રક્તપિત્ત (લેપ્રસી) દિવસ, ગુજરાતમાં રકતપિત્ત રોગનો પ્રમાણદર દર 10,000ની વસ્તીએ 0.28 ટકા
January 30 is World Leprosy Day, the incidence of leprosy in Gujarat is 0.28% per 10,000 population.
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 29, 2022 | 9:47 PM
Share

30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી રકતપિત્ત વિશે જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરાશે

વિશ્વમાં દર 30મી જાન્યુઆરીએ રક્તપિત્ત દિવસ (World Leprosy Day) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત્ત (Leprosy)રોગને લઇને લોકોમાં જાગૃકતા વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી થાય છે. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો. પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ અડવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત અડવાથી ફેલાતો નથી. સંક્રમક રોગ હોવા છતાં પણ અડવાથી, હાથ મળાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ 2021-22 દરમ્યાન રકતપિત્તના વણ શોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી.

જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરેલ છે. રાજયના 12 હાઇએન્ડેમીક જીલ્લામાં પ્રમાણદર 1 કરતાં વધુ હોય, આ કામગીરીની અસરથી ડીસેમ્બર-2021 અંતિત 9 હાઇએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ) માં રોગનું પ્રમાણદર 1 કરતાં નીચે લાવી એલીમીનેશનનું ધ્યેય હાંસલ કર્યું છે.

રીકન્સ્ટ્રકટીવ સર્જરી કેમ્પ દ્વારા અને રૂટીનમાં કુલ 8179 સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરી છે. વર્ષ 1996-97 થી 2021-22 (ડીસેમ્બર-2021 અંતિત) સુધી રકતપિત્તના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-1,78,913 રકતપિત્તગ્રસ્તોને માઇક્રો સેલ્યુમલર રબર પગરખાં (એમ.સી.આર.) પુરા પાડેલ છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રકતપિત્તગ્રસ્તોને પગમાં ન રૂંઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે.

આવો જાણીએ રકતપિત્ત (Leprosy) શું છે?

રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂ્ક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઇપણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ / અપંગતા અટકાવી શકાય છે.

રકતપિત્ત રોગના ચિન્હો-લક્ષણો

શરીરના કોઇપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુઃખાવો ન થવો.

રકતપિત્તના દર્દીને સારવાર કયાંથી મળે?

રકતપિત્ત કોઇપણ તબકકે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ પણ વાંચો : જામનગર : ચાર વર્ષ બાદ પિરોટન ટાપુ પર મુલાકાત માટેની પરવાનગી મળશે

આ પણ વાંચો : Surat : સુરતમાંથી હૃદય દાનની 40મી ઘટના, ઓરિસ્સાના યુવકના અંગદાનથી 6 વ્યક્તિઓને નવજીવન

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">