Jagatguru Dilipdasji Maharaj: અમદાવાદમાં ઐતિહાસિક ક્ષણ, મહંત દિલીપદાસજી મહારાજને અપાઈ જગતપતિ જગદગુરુની પદવી, જુઓ Video
અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા "જગતપતિ જગદગુરુ"ની પદવી આપવામાં આવી.

અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ઉજવાતી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. જગન્નાથ મંદિર, જમાલપુરના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા “જગતપતિ જગદગુરુ”ની પવિત્ર પદવી આઓવામાં કરવામાં આવી છે. આ અવસરે દેશભરના સાધુ-સંતોની હાજરીમાં આ પદવી આપવામાં આવી હતી.
આ સન્માન સાથે મહંતશ્રી હવે “જગતગુરુ દિલીપદાસજી મહારાજ” તરીકે ઓળખાશે. આ પદ કોઈ સામાન્ય વ્યક્તિને આપવામાં આવતું નથી, તેની પાછળ કડક ધર્મિક માપદંડો લાગુ થાય છે.
શંકરાચાર્ય પદ મેળવવા શું આવશ્યક છે?
શંકરાચાર્ય બનનાર વ્યક્તિ માટે નીચેના ધર્મીય ધોરણો અનિવાર્ય હોય છે:
-
ત્યાગી સંન્યાસી હોવો જોઈએ
-
બ્રહ્મચારી જીવન જીવવુ
-
ચતુર્વેદ, વેદાંગ અને પુરાણોનું જ્ઞાન હોવું
-
સંસ્કૃતમાં પ્રવીણતા
-
જીવનમાં મુંડન અને પિંડદાન કરેલું હોવું
-
રૂદ્રાક્ષ ધારણ કરેલું હોવું
ઉપરાંત, આ પદવી માટે અખાડાઓના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતો અને કાશી વિદ્વત પરિષદની સંમતિ આવશ્યક હોય છે. તમામ ધોરણો પૂરા થયા પછી જ શંકરાચાર્યની પદવી એનાયત થાય છે.
શંકરાચાર્ય પદની સ્થાપના કોણે કરી હતી?
ભારતની ધાર્મિક પરંપરામાં આદિ ગુરુ શંકરાચાર્યનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. તેમણે સનાતન ધર્મના સંચાલન અને સંવર્ધન માટે દેશના ચાર મુખ્ય દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી હતી — દ્વારકા, પુરિ, જ્યોતિર્મઠ અને શ્રૃંગેરી. આ ચારેય મઠોના મહંતને “શંકરાચાર્ય” તરીકે ઓળખવામાં આવે છે.
હાલના સમયમાં દેશના ચાર મુખ્ય શંકરાચાર્ય મઠો:
-
ગોવર્ધન પીઠ, પુરી (ઓડિશા)
-
શારદા પીઠ, દ્વારકા (ગુજરાત)
-
જ્યોતિર્મઠ, ઉત્તરાખંડ
-
શૃંગેરી પીઠ, રામેશ્વરમ (તમિલનાડુ)
આ ઉપરાંત, કાંચીપુરમ સ્થિત કાંચી મઠ પણ એક મહત્વપૂર્ણ હિંદુ ધાર્મિક કેન્દ્ર છે. આ મઠને પણ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.