AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iskcon Bridge Accident:તથ્યએ કરેલા અકસ્માતકાંડ બાદ એક્શનમાં પોલીસ, દારૂ પી ડ્રાઈવ કરનારાની જાહેરમાં સરભરા

Ahmedabad: અમદાવાદમાં નિયમ તોડનારાઓની હવે ખૈર નહીં. તથ્યએ ઈસ્કોન બ્રિજ પર કરેલા અકસ્માત બાદ પોલીસ એક્શનમાં આવી છે અને નશો કરી કાર ચલાવનારાઓને પકડી પકડીને નિયમનું ભાન કરાવતી જોવા મળી. મણિનગરમાં પોલીસે નશો કરી કાર ચલાવનારાને જાહેરમાં મેથીપાક આપી નિયમનું ભાન કરાવ્યુ હતુ.

Harin Matravadia
| Edited By: | Updated on: Jul 26, 2023 | 12:08 AM
Share

Ahmedabad: અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલ જેગુઆર અકસ્માત બાદ મણીનગરમાં પણ નબીરાઓ દ્વારા નશો કરીને રાતના સમયે ગાડી હંકારી હતી જે ગાડી અથડાઈ હતી અને પલટી મારી હતી. કારમાંથી બીયરની બોટલો પણ મળી આવી હતી. સદનસીબે કોઈ પણ જાનમાલને નુકસાન થયું ન હતું. જોકે શહેરમાં લોકો પૂરપાટ ઝડપે અથવા તો નશાની હાલતમાં ગાડીઓ હંકારવાનાં કિસ્સાઓ વધતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે.

પીધેલ હાલતમાં હતો અકસ્માત કરનાર

મણીનગર વિસ્તારમાં મોડી રાત્રે જે અકસ્માત થયો તેમાં ચાર યુવકો હતા અને તમામ નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કે ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચલાવનાર વિરુદ્ધ એન્ડ ડ્રાઇવ નો કેસ નોંધ્યો હતો તેમજ અન્ય ત્રણ યુવકો વિરુદ્ધ મણિનગર પોલીસ મથકમાં નશો કરેલો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ મણીનગર પોલીસમાં આ યુવકોને બિયર પૂરી પાડનાર પિતા પુત્ર વિરોધ પણ ફરિયાદ નોંધાઈ હતી.

કારચાલકને બીયર પુરી પાડનારની પણ કરાઈ સરભરા

મણિનગર વિસ્તારમાં થયેલા અકસ્માતમાં સ્થળની બાજુમાં બેઠેલા બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ થતા બચી ગયા હતા. સમગ્ર બનાવની ગંભીરતા જોતા મણીનગર પોલીસ દ્વારા આ કાર ચાલકને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કારચાલક અને બીયર પૂરી પાડનાર વ્યક્તિને ઘટના સ્થળ ઉપર લઈ જવાયા હતા અને ત્યાં તેમને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધ્યા

જે રીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અલગ અલગ અકસ્માતના કિસ્સાઓ આવે છે અને તેમાં પણ જે રીતે પુરપાટ ઝડપે ગાડી ચલાવી જે અકસ્માતો થાય છે જેને કારણે નિર્દોષ લોકો ના જીવ જોખમાય છે અને અમુક કિસ્સાઓમાં લોકોનું મોત પણ નીપજે છે ત્યારે હવે સરકાર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે.

રાજ્યભરમાં સ્પે. ડ્રાઈવ યોજવાના DGPના આદેશ

તથ્ય પટેલ મામલે સરકારે પણ ગંભીરતા દાખવી પોલીસને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે તો બીજી તરફ DGP દ્વારા પણ રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે. જેને પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. બ્લેક ફિલ્મ, ઓવર સ્પીડમાં ચાલતા વાહનો, નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા લોકો સહિતનાં પર પોલીસ કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતની 55 યુનિવર્સિટી અને 1767 કોલેજો પાસે NAACની માન્યતા જ નથી, કોંગ્રેસે રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

જોકે મણિનગર વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ પોલીસ દ્વારા યુવકોને મેથીપાક ચખાડતો વિડીયો વાયરલ થતા લોકો એવું પણ કહી રહ્યા છે કે જે રીતે મણિનગર પોલીસ દ્વારા આ યુવકોને મેથીપાક ચખાડી કાયદાનું ભાન કરાવ્યું તો તથ્ય પટેલ કે તેના પિતાને શા માટે ખાતરદારી કરતા હોય તે રીતે સાચવવામાં આવી રહ્યા છે. તેને પણ નવ લોકોના મોતનો અહેસાસ કરાવો એટલો જ જરૂરી હતો તેવી પણ લોક માંગણી ઉઠી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ધનલાભ અને કઈ રાશિના જાતકોને પારિવારિક સુખ મળશે?
કઈ રાશિના જાતકોને ધનલાભ અને કઈ રાશિના જાતકોને પારિવારિક સુખ મળશે?
અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
પાટીદાર યુવક યુવતીઓને જયેશ રાદડિયાએ આપી આ મોટી સલાહ
પાટીદાર યુવક યુવતીઓને જયેશ રાદડિયાએ આપી આ મોટી સલાહ
વડોદરા: કસરત કરવા આવતા લોકો માટે તઘલખી નિયમ શા માટે?
વડોદરા: કસરત કરવા આવતા લોકો માટે તઘલખી નિયમ શા માટે?
ચાંદલોડિયામાં કપડાના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો
ચાંદલોડિયામાં કપડાના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો
આ રાશિના જાતકોને નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, જુઓ Video
સરમુખત્યારશાહી સામે સવાલ, અધિકારીઓની કરતૂત પાછળનું શું છે કારણ?
સરમુખત્યારશાહી સામે સવાલ, અધિકારીઓની કરતૂત પાછળનું શું છે કારણ?
500 કરોડનો રોડ 4 મહિનામાં બિસ્માર! NHAI મૌન શા માટે?
500 કરોડનો રોડ 4 મહિનામાં બિસ્માર! NHAI મૌન શા માટે?
અમરેલી સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રક ફસાતા હાઈ-વે બ્લોક
અમરેલી સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રક ફસાતા હાઈ-વે બ્લોક
હપ્તા ભર્યા છતાં દાદાગીરીથી કાર સીઝ; રિકવરી એજન્ટો સીસીટીવીમાં કેદ
હપ્તા ભર્યા છતાં દાદાગીરીથી કાર સીઝ; રિકવરી એજન્ટો સીસીટીવીમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">