સરકારના 500 કરોડ પાણીમાં! ભારતમાલા પ્રોજેક્ટમાં ભષ્ટ્રાચારના આરોપ, NHAI ના અધિકારીઓ મૌન શા માટે? જુઓ Video
ભારતમાલા પ્રોજેકટમાં 500 કરોડના ખર્ચે બનોલો રોડ 4 મહિનામાં જ બિસ્માર થઈ ગયો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, તેવા આરોપ લાગ્યા છે.
પાટણમાં કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેકટમાં ભષ્ટ્રાચારના આરોપ લાગ્યા છે. સાંતલપુરથી કિલાણા સુધીના 30 કિમીના માર્ગને લઈને હવે ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સાંતલપુરથી રાજસ્થાનના સાંચોર સુધી 125 કિલોમીટરનો રોડ 2030 કરોડના ખર્ચે બન્યો હતો, જેમાંથી 30 કિમીનો ભાગ CDS ઇન્ફ્રા કંપની દ્વારા 500 કરોડમાં બનાવવામાં આવ્યો હતો. જો કે, રોડ ખુલ્લો મુકાયા બાદ માત્ર 4 મહિનામાં જ તેની હાલત બિસ્માર થઈ ગઈ. હાલમાં રોડ પર ઠેર-ઠેર ખાડા છે અને ઘણા ભાગોમાં રોડ બેસી ગયો છે.
રિપોર્ટમાં થયો ખુલાસો
સતત મળતી ફરિયાદો પછી કેન્દ્ર સરકારે વિવિધ એજન્સીઓને તપાસ સોંપી હતી. તપાસમાં રોડમાં વપરાયેલી માટી નીચી ગુણવત્તાની હોવાનું અને કામ દરમિયાન ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે.
શું ફરીથી સરકારના 500 કરોડ પાણીમાં જશે?
હવે આ 30 કિમીનો માર્ગ દોઢ ફૂટ સુધી ખોદીને ફરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતના આક્ષેપો ઉઠી રહ્યા છે, જ્યારે NHAI ના અધિકારીઓ આ મામલે કઈ પણ બોલવા તૈયાર નથી. એવામાં ફરીથી સરકારના 500 કરોડ પાણીમાં ન જાય તે એક મોટો સવાલ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

