3 મહિના પહેલા રાજકોટમાંથી પનીર અને કેરીનો રસ ખાધો હશે તો તે બની શકે છે અખાદ્ય, આરોગ્ય વિભાગે લીધેલા નમૂના નીકળ્યા ફેલ- જુઓ Video
Rajkot: રાજકોટમાં ત્રણ મહિના પહેલા લેવાયેલા કેરીના રસ પનીરના નમૂના આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ફેઈલ સાબિત થયા છે. ત્યારે આ પનીર અને કેરીનો રસ જે લોકો ખાઈ ચુક્યા છે તેમના સ્વાસ્થ્ય નું શું તે પણ મોટો સવાલ છે.
Rajkot: 3 મહિના પહેલા જો તમે રાજકોટમાંથી પનીર અને કેરીનો રસ ખાધો હોય તો બની શકે કે, તે અખાદ્ય હશે કારણ કે 3 મહિના પહેલા લીધેલા નમૂનાનું ફેઈલ પરિણામ હવે સામે આવ્યું છે. રાજકોટના મહુવાથી આવેલા પનીરના જથ્થાના નમૂના ફેલ ગયા છે. પનીરમાં ગુણવત્તા કરતા ઓછા મિલ્ક ફેટ, ફોરેન ફેટ હોવાનું સામે આવ્યું છે. મહુવાથી કારમાં પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો.
જો કે, આરોગ્ય વિભાગે પનીર વેપારીને ડિલેવરી થાય તે પહેલા જ ઝડપ્યું હતું. જો કે, પનીરની સાથે કેરીના રસના નમૂના પણ ફેલ ગયા છે. કનકાઈ અને શ્રીરાજ આઈસ્ક્રીમમાંથી લીધેલા કેરીના રસના નમૂના ફેલ ગયા છે. હવે આ નમૂના ફેલ થતાં આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે ત્રણ મહિના બાદ આવેલા આ રિપોર્ટનો હવે કોઈ મતલબ રહેતો નથી. જે લોકો આ રસ આરોગી ચુક્યા છે એમની તો તબિયત બગડી પણ ચુકી હશે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હંમેશા તહેવારોના બે-ત્રણ દિવસ આડા હોય ત્યારે કરવા ખાતરની કાર્યવાહી કરતુ આરોગ્ય વિભાગ વહેલુ કેમ જાગતુ નથી. તેવો ગણગણાટ દરેકના મનમાં છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો