પાટીદાર યુવક યુવતીઓને જયેશ રાદડિયાએ આપી સલાહ, બાપ દાદાની જમીન સાચવજો- Video
પાટીદાર યુવક યુવતીઓને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ સલાહ આપી છે. રાદડિયાએ યુવકોને કહ્યુ બાપ દાદાની જમીન સાચવજો. આ તરફ તેમણે દીકરીઓને પણ પિતાની પાઘડી સાચવવાની સલાહ આપી છે.
બનાસકાંઠાના પાલનપુરમાં ગઢ ગામે પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્વ યોજાયો હતો. 16 ગામના લેઉઆ પટેલ સમાજના યુવક યુવતીઓ માટે સમૂહ લગ્નોત્સવ યોજાયો. જેમા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ યુવકોને બાપ-દાદાના સમયની જમીન સાચવી રાખવા ટકોર કરી હતી. તો દીકરીઓને પણ તેમણે અભ્યાસમાં આગળ વધવાની તેમજ પિતાની પાઘડીની ઈજ્જત રાખવાની સલાહ આપી છે.
પાલનપુરના ગઢ ગામે લેઉઆ પટેલ સમાજનો 28મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમા જયેશ રાદડિયાએ તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ લગ્નોત્સવમાં 21 નવયુગલો લગ્નનાં તાંતણે બંધાયા છે અને દાંમ્પત્ય જીવનમાં ડગ માંડવા જઈ રહ્યા છે.