World Cup 2023: ભારત Vs પાકિસ્તાન મેચની ટિકિટની સોશિયલ મીડિયા પર ખરીદવા જતા છેતરપિંડી, પૈસા પડાવવાનો નવો કિમિયો
India Vs Pakistan Match Ticket: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસતાનની મેચ માટે ક્રિકેટ રસિયાઓ કોઈ પણ ભોગે ટિકિટ ખરીદવા તૈયાર થઈ રહ્યા છે. તો સામે આવા ક્રિકેટ પ્રેમીઓને ચૂનો લગડનારાં પણ સક્રિય થઈ ગયા. વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામ પર ભારત vs પાકિસ્તાનની ટિકિટ ખરીદી કરવા ગયા અને છેતરાયા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસતાનની મેચ માટે ક્રિકેટ રસિયાઓ કોઈ પણ ભોગે ટિકિટ ખરીદવા તૈયાર થઈ રહ્યા છે. તો સામે આવા ક્રિકેટ પ્રેમીઓને ચૂનો લગડનારાં પણ સક્રિય થઈ ગયા. વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામ પર ભારત vs પાકિસ્તાનની ટિકિટ ખરીદી કરવા ગયા અને છેતરાયા. હવે ખોટા આઈડી, ઇ-મેઇલ અને ટિકિટ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવવાનો નવો કિમિયો જોવા સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમનારી ક્રિકેટ મેચને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફક્ત અમદાવાદ કે ગુજરાત નહીં પરંતુ દેશ – વિદેશ માંથી પણ લોકો આ મેચ જોવા માટે ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે.
ઈન્સ્ટા પર લીંક જોઈ ક્લીક કરી
અલગ અલગ પોર્ટલના માધ્યમોથી ક્રિકેટ રસીયાઓ મેચની ટિકિટ બુક કરાવી રહ્યા છે તો અનેક લોકો એવા પણ છે કે જે ટિકિટ થી વંચિત રહી ચૂક્યા છે. ત્યારે હવે આવા ક્રિકેટ રસીયાઓને ટિકિટ અપાવવાના બહાને તેની સાથે છેતરપિંડી થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ રશિયાઓ કોઈપણ ભોગે ભારત અને પાકિસ્તાનની મેચ જોવાનું ચૂકવા નથી માગતા. તેનો જ લાભ હવે આવા ગઠિયાઓ લઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે.
વાત જાણે એમ છે કે ગાંધીનગર પી.ડી.પી.યુ. હોસ્ટેલમાં રહેતો રવિ તેજા પદ્મા નામના વિદ્યાર્થી દ્વારા અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રવિ તેજા અને તેના મિત્રો આગામી ભારત પાકિસ્તાન મેચ જોવા સ્ટેડિયમ ખાતે ટિકિટ ઇન્કવાયરી માટે ગયા હતા. જ્યાં રવીતેજાનાં મિત્ર નીલ પટેલના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. માં રીલ જોતા હતા. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચની ઓનલાઈન ટિકિટ ખરીદવા માટેની જાહેરાત આવી હતી. જેમાં worldcup2023_ticket નું પેજ ખૂલ્યું હતું. જેની અંદર CRICKET WORLD CUP 2023, OFFICIAL SELLER ACCOUNT, TICKET UPDATE #CWC_2023, GENUINE TICKETS, TRUSTED BY LAST 3YEARS જેવા લખાણ હોવાથી મિત્રોએ ટિકિટ ખરીદવા મેસેજ કર્યો હતો.
એક ટિકિટના 3500 રુપિયા ભાવ બતાવ્યો
જેના જવાબમાં ગઠિયાઓએ સ્ટેડીયમની નીચેના ભાગની એક ટિકિટના ભાવ 3500 રૂપિયા જણાવ્યો હતો. જેથી મિત્રોએ 6 ટિકિટ બુક કરાવી હતી. જે મુજબ 6 ટિકિટના 21,000 રકમ ચૂકવવાની હતી. જોકે ગઠિયાઓએ પહેલા 25 ટકા રકમ 5250 ભરવા જણાવ્યું હતું. જેથી ઓનલાઈન ટિકિટ ઈ-મેઈલ દ્વારા મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બીજી 50 ટકા રકમ એટલે 10,500 ટ્રાન્સફર કરવાથી તે બાદ ટિકિટ પોસ્ટ દ્વારા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. ટિકિટ મળી ગયા પછી બાકીની 25 ટકા રકમ 5250 રૂપિયા ભરવાના રહેશે તેમ જણાવ્યું હતું. એટલું જ નહિ ગઠિયાઓએ ઈન્સ્ટાગ્રામ પર વીડીયો કોલ કરી ટિકિટ પણ બતાવી વિશ્વાસ બેસાડ્યો હતો.
જે બાદ આ મિત્રોએ પહેલા 25 ટકા રકમ એટલેકે 5250 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેની થોડી વાર બાદ સામેથી eticketworldcup@gmail.com પરથી 6 વ્યક્તિઓની D-17, D-18, D-19, D-20, D-21, D-22 ની ટિકિટ જેનો બુકિંગ આઈ.ડી. નંબર W6TB8GL3SL7 જે ઈ-મેઈલ દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો. ઇમેઇલ દ્વારા મોકલેલી ટિકિટમાં આપેલો QR કોડ સ્કેન કરી ચેક કરતા આ QR કોડ સ્કેન થયો નહીં. જોકે થોડી બાર બાદ સામેથી વીડિયો કોલ દ્વારા અન્ય બાકી રકમ મોકલી આપવા જણાવાયું પરંતુ મિત્રોએ તેને મોકલેલી ટિકિટમાં QR કોડ સ્કેન નહિ થતી હોવાની ફરિયાદ કરતા સામેથી ફોન કટ થઈ ગયો હતો. જેથી મિત્રોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા અમદાવાદ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશનાં શખ્શ દ્વારા આ ઠગાઇ આચરી હોવાનું સામે આવ્યું છે.