AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad કોર્પોરેશનની હોસ્પિટલ કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણયો, હવે શહેરીજનોને આ સુવિધા મફતમાં મળશે

શહેરની ગરીબ અને મધ્યમવર્ગની જનતા ને ધ્યાને રાખી ને કોર્પોરેશન દ્વારા યુરિન ટેસ્ટ માટેના નવા 74 મશીન ખરીદવામાં આવ્યા છે. આ તમામ 74 મશીન શહેરના 74 અર્બન  હેલ્થ સેન્ટર પર મુકવામાં આવશે.

Ahmedabad કોર્પોરેશનની હોસ્પિટલ કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણયો, હવે શહેરીજનોને આ સુવિધા મફતમાં મળશે
Important decisions taken in Hospital Committee of AMC now citizens will get this facility for free
Darshal Raval
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:34 PM
Share

અમદાવાદ(Ahmedabad) મહાનગરપાલિકાની મળેલી હોસ્પિટલ(Hospital)  કમિટીમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. જેમાં 74 અર્બન હેલ્થ સેન્ટર પર યુરિન ટેસ્ટ મશીન વસાવવા, એલ.જી. અને શારદાબેન હોસ્પિટલની કામગીરી કોમ્પ્યુટરાઈઝ રીતે આગળ વધારવા તથા

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોની સુવિધામાં ઉમેરો થવા જઈ રહ્યો છે. જેમાં શહેરની ગરીબ અને મધ્યમવર્ગની જનતા ને ધ્યાને રાખી ને કોર્પોરેશન દ્વારા યુરિન ટેસ્ટ માટેના નવા 74 મશીન ખરીદવામાં આવ્યા છે. આ તમામ 74 મશીન શહેરના 74 અર્બન  હેલ્થ સેન્ટર પર મુકવામાં આવશે. જેથી શહેરીજનો મફતમાં યુરિન ટેસ્ટ પણ કરાવી શકશે. અત્યાર સુધી અર્બન હેલ્થ સેન્ટર પર બ્લડ ટેસ્ટ થતા હતા ત્યારે હવે શહેરીજનો યુરિન ટેસ્ટ પણ કરાવી શકશે..

જ્યારે એએમસી ખાતે મળેલી હોસ્પિટલ કમિટીની બેઠકમાં એલ જી હોસ્પિટલમાં તમામ સેવાઓ કોમ્યુટરની મદદથી અપડેટ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એલ જી અને શારદાબેન હોસ્પિટલને  કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવશે. કેસ કઢાવવાથી માંડીને તમામ બાબતો કોમ્પ્યુટર રાઈઝ કરાશે. જો કે આ બાબત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તંત્ર તે દિશામાં આગળ વધવા જઇ રહ્યું છે. બુધવારે મળેલી હોસ્પિટલ કમિટીમાં આ નિર્ણય કરવામાં આવ્યો. જો આ નિર્ણય નું અમલીકરણ થશે તો દર્દીની માહિતીનો રેકોર્ડ એક જ ક્લિકમાં મળી જશે.

આ સાથે વિધાનસભા મુજબ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉભા કરવાની ચર્ચા કરવામાં આવી. દરેક વિધાનસભા દીઠ એક કોમ્યુનિટી સેન્ટર ઉભું કરવામાં આવે તો દર્દીઓને પ્રાથમિક સારવાર ત્યાં મળી શકે જેથી શારદાબેન અને એલજી જેવી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટે આની સાથે અધિકારીઓને તાકીદ કરવામાં આવી કે ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે જરૂરી મેડિકલ સાધનો અને દવાઓનો સ્ટોક પૂરતો છે કે કેમ તેને ફરી ચકાસણી કરવામાં આવે.

આ પણ વાંચો : Central cabinet: ધોરણ 6 થી 8માં વ્યવસાયિક શિક્ષણ ઉપર મૂકાશે ભાર, સરકારી શાળામાં પણ હવેથી હશે પ્લે સ્કૂલ

આ પણ વાંચો : Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">