IIM Ahmedabad Cut Off: IIM Ahmedabad એ CAT માં કટઓફ વધાર્યો છે, એડમિશન લેવું હોય તો, કેટલા માર્ક જરુરી
આ વર્ષે નવેમ્બરમાં ભારતના લગભગ 170 શહેરોમાં CAT 2025 ની પરીક્ષા યોજાશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 2026-28 બેચ માટે તેના મુખ્ય પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) માં પ્રવેશ માટે લઘુત્તમ CAT પર્સન્ટાઇલ માપદંડ વધાર્યા છે. કટ ઓફ શા માટે વધારવામાં આવ્યું, જાણો વિગતે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. IIM Ahmedabad એ તેના સૌથી ખાસ કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) માટે કોમન એડમિશન ટેસ્ટ (CAT) ના ન્યૂનતમ કટઓફમાં વધારો કર્યો છે. આ ફેરફાર 2026-28 બેચના પ્રવેશ માટે કરવામાં આવ્યો છે. CAT 2025 ની પરીક્ષા 30 નવેમ્બરે દેશના 170 શહેરોમાં યોજાશે. 13 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
IIM અમદાવાદના નવા નિયમો અનુસાર, જનરલ અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓએ હવે કુલ 95 પર્સન્ટાઈલ હાંસલ કરવા પડશે. ઉપરાંત, CAT, વર્બલ એબિલિટી, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એબિલિટીના ત્રણેય વિભાગોમાં ઓછામાં ઓછા 85 પર્સન્ટાઈલ મેળવવું જરૂરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ એક મોટો ફેરફાર છે. ગયા વર્ષે જનરલ કેટેગરી માટે કુલ કટઓફ 80 અને દરેક વિભાગમાં 70 પર્સન્ટાઈલ હતો.
નવું કટઓફ કેટલું છે?
IIM અમદાવાદે બધી કેટેગરીના ઉમેદવારો માટે તેનો કટઓફ બદલ્યો છે. નવા કટઓફ મુજબ, જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારોએ કુલ 95 પર્સન્ટાઇલ અને દરેક વિભાગમાં 85 પર્સન્ટાઇલ મેળવવાના રહેશે. NC-OBC માટે કુલ 90 પર્સન્ટાઇલ અને દરેક વિભાગમાં 80 પર્સન્ટાઇલની જરૂર પડશે. SC કેટેગરીના ઉમેદવારોને કુલ 85 પર્સન્ટાઇલ અને વિભાગોમાં 75 પર્સન્ટાઇલની જરૂર પડશે. ST કેટેગરીના ઉમેદવારોને કુલ 75 પર્સન્ટાઇલ અને વિભાગોમાં 65 પર્સન્ટાઇલની જરૂર પડશે. ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે, જનરલ કેટેગરીના ટ્રાન્સજેન્ડર અરજદારોને NC-OBC નિયમો હેઠળ મૂકવામાં આવશે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને કટ ઓફમાં રાહત આપવામાં આવી છે
PwD ઉમેદવારોને કટ ઓફમાં છૂટ આપવામાં આવી છે. General અને EWS કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે, કટ ઓફ કુલ 85% અને વિભાગોમાં 75% પર્સન્ટાઇલ, NC-OBC માટે, કુલ 80% અને વિભાગોમાં 70% પર્સન્ટાઇલ, SC માટે, કુલ 75% અને વિભાગોમાં 65% પર્સન્ટાઇલ અને ST માટે, કુલ 65% અને વિભાગોમાં 55% પર્સન્ટાઇલ છે.
કટ ઓફ શા માટે વધારવામાં આવ્યું?
IIM અમદાવાદના પ્રવેશ વિભાગના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, ઇન્ટરવ્યૂ માટે વધુ સારા ઉમેદવારોની પસંદગી કરવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફક્ત તે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને લેખન કસોટી (AWT) માટે પસંદ કરવામાં આવશે જે CAT માં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
પસંદગી પ્રક્રિયામાં, CAT સ્કોર્સ, વ્યક્તિગત ઇન્ટરવ્યૂ, લેખન કસોટી અને ઉમેદવારના અન્ય શૈક્ષણિક રેકોર્ડ જોવામાં આવે છે. પસંદગીમાં CAT સ્કોરને મહત્તમ 65% વેઇટેજ આપવામાં આવે છે. આ પછી, અંતિમ પ્રવેશ માટે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (50%), લેખન કસોટી (10%), CAT સ્કોર (25%) અને ઉમેદવારના શૈક્ષણિક રેકોર્ડ (15%) ને ધ્યાનમાં લેવામાં આવે છે.
કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.
