High-Profile Gambling : અમદાવાદની તાજ હોટલમાંથી ઝડપાયા હાઈ પ્રોફાઈલ જુગારીઓ, PCB એ પાર પાડ્યુ Mega Operation
તાજ હોટલની રૂમ નંબર 721માં આ જુગાર ધામ ચાલતો હોવાની માહિત PCBને મળી હતી. જે બાતમીને આધારે હોટલમાં દરોડા પાડવામાં આવ્યા. PCB ની ટિમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી

અમદાવાદ ખાતે આવેલી તાજ હોટલમાં ચાલી રહેલા જુગાર ધામ પર રેડ કરી 10 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હોટલની રૂમમાજ આ સમગ્ર જુગાર ધામ ઝડપાયો છે. પીસીબીની ટિમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની તાજ હોટલ ખાતે આ હાઇ પ્રોફાઇલ કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કુલ 10 જેટલા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.
નામચીન લોકો સામેલ
તાજ હોટલની રૂમ નંબર 721માં આ જુગાર ધામ ચાલતો હોવાની માહિત PCBને મળી હતી. જે બાતમીને આધારે હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને શહેરના નામચીન લોકો આ જુગારના કેસમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરોડામાં અમદાવાદના અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો હોવાનું સામે આવ્યું છે.
PCB ને મળી હતી બાતમી
તમામ 10 જેટલા ઝડપાયેલા આરોપી 60 વર્ષથી ઉપરના છે. એટલે કે, આ તમામ સિનિયર સિટીઝન લોકોએ તાજ હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હોવાની બાતમી PCBને મળી હતી. જેના આધારે રેડ કરવામાં આવી. જે દરમ્યાન રંગે હાથ આ તમામ આરોપીઓ ઝડપાયા હતા. રાત્રિ દરમ્યાન 7 માં માળે આ જુગાર ધામ ચાલતો હતો.
છેલ્લા કેટલાક સમયથી 721 નંબરનો રૂમ સ્પેશિયલ જુગાર રમવા માટે રાખ્યો હતો અને આ રૂમમાં દરરોજ જુગાર રમતા હોવાની માહિતી PCBને મળી હતી. જે બાતમીના આધારે રેડ કરીને જુગારધામનો પર્દાફાશ PCBએ કર્યો. ત્યારે જુગારીઓનો કેસ ન કરવા અનેક દબાણ થઈ રહ્યું હતું પરંતુ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
10.48 લાખનો મુદ્દામાલ ઝડપાયો
હોટલના સાતમા માળે એક રૂમમાં ગોળ ટેબલ ઉપર લાલ તથા સફેદ કલરના કોઈન્સનો નાણા તરીકે ઉપયોગ કરી તમામ લોકો જુગાર રમી રહ્યા હતા. આ સમગ્ર મામલે કૈલાશભાઈ રામઅવતાર ગોયેન્કા નામનો ઈસમ કે જે સંકલ્પ ગ્રૂપનો માલિક હોવાનું જણાવ્યુ છે. આ ઈસમ દ્વારા પોતાની માલિકીની તાજ હોટલમાં પોતાના મિત્ર વર્તુળના માણસોને બોલાવી ભેગા કરી જુગાર રમી રમાડવાનો ગુનો દાખલ કરાયો છે. જુગાર રમતા તમામ ઈસમો પાસેથી રૂપિયા 9.83 લાખ રોકડ તથા 65 હજારના 4 મોબાઈલ ફોન તથા લાલ તથા સફેદ કલરના 186 કોઈન સહિત કુલ રૂપિયા 10.48 લાખના મુદ્દા માલ સાથે તમામ આરોપીઓ ઝડપી પાડ્યા છે.
High-profile case માં જુગાર રમતા પકડયેલા આરોપી
- કૈલાશભાઈ રામ અવતાર ગોયેંકા, તાજ હોટલ ના માલિક
- શંકરભાઈ મોહનભાઈ પટેલ, ઘાટલોડીયા અમદાવાદ શહેર
- હસમુખભાઈ મફતલાલ પરીખ, તાજ હોટેલ પાસે બોડકદેવ અમદાવાદ શહેર
- અજીતભાઈ શાંતિલાલ શાહ, સોલા અમદાવાદ શહેર
- કનુભાઈ અંબાલાલ પટેલ, સોલા રોડ અમદાવાદ શહેર
- ભાવિન ઇન્દ્રજીતભાઈ પરીખ, સેટેલાઈટ અમદાવાદ શહેર
- પ્રદીપ રામભાઈ પટેલ, સાયન્સ સિટી સોલા અમદાવાદ શહેર
- ભરતભાઈ મણીલાલ પટેલ, સાયન્સ સિટી, સોલા અમદાવાદ શહેર
- જગદીશભાઈ ભગવાનભાઈ દેસાઈ, ભાડજ અમદાવાદ શહેર
- નરેન્દ્રભાઈ જીવણલાલ પટેલ, ઘાટલોડિયા જીલ્લો અમદાવાદ
પકડાયેલા જુગારીઓ હાઈ પ્રોફાઈલ હોવાના કારણે પોલીસે ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કર્યા છે.. મહત્વનું છે કે જુગાર રમવા માટે આરોપીઓને પિકઅપ અને ડ્રોપિંગની સુવિધા મળતી હતી.. જેથી હવે પોલીસે આ જુગારધામ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણીને લઈને તપાસ શરૂ કરી છે અને પોલીસને આશંકા છે કે અન્ય જુગારીઓ પણ જુગાર રમવા આવતા હોઇ શકે છે.