Ahmedabad: તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ તિસ્તા સેતલવાડે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જે ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી.

Ahmedabad: તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Teesta Setalvad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:45 AM

Ahmedabad: વર્ષ 2002માં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગુજરાતને બદનામ કરવાના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) આરોપી તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવીને તાત્કાલિક સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર પર સ્ટે લગાવ્યો હતો.

આ પણ વાંચો Vande Bharat Express: અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાંથી પસાર થશે, જાણો

સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યા બાદ આજે આરોપી તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ તિસ્તા સેતલવાડે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી જે મામલે ગુજરાત હાઇકોર્ટે દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સંભળાવ્યો હતો અને તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી હતી.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

તિસ્તા સેતલવાડે કેસમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી

તિસ્તા સેતલવાડે વર્ષ 2002માં રમખાણો બાદ ગુજરાત અને તત્કાલીન CM નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસ મામલે ગઈકાલે વધુ એક અરજી કરી હતી. તિસ્તા સેતલવાડે કેસમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે તિસ્તા સેતલવાડે અરજી કરતા સરકારે તેનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી છે કે તિસ્તા સેતલવાડ સામેના આરોપો ખૂબ જ ગંભીર હોવાથી તેમને કેસમાંથી મુક્ત ના કરવામાં આવે. આ કેસમાં સેશન્સ કોર્ટે વધુ સુનાવણી 6 જુલાઈના રોજ નિયત કરી છે.

શું હતો સમગ્ર કેસ ?

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં સૌથી વધુ ગોધરા અને અમદાવાદમાં તેની વધુ અસર જોવા મળી હતી. આ તોફાનો બાદ ગુજરાત અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ ઉપર ગંભીર આરોપ લાગ્યા હતા. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સેતલવાડ સામે કેસ પણ નોંધાયો હતો. હાલ આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">