Ahmedabad : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 થી 12 જુલાઈ વચ્ચે ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં કેવો પડશે વરસાદ- જુઓ Video

Ahmedabad: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં 7થી 12 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પુર આવવાની આગાહી વ્યક્ત કરી છે.

Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 06, 2023 | 8:01 PM

રાજ્યમાં 7 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યની કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

રાજ્યમાં 7થી 12 જુલાઈ વચ્ચે ભરે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં તેઓએ દક્ષિણ ગુજરાતમાં પુરની શક્યતા વ્યક્ત કરી છે. 7 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરી. તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી. પાલનપુર, ડીસા થરાદમાં ભારે વરસાદની આગાહી તો મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કડી, બેચરાજી, વિસનગર, સિદ્ધપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. સાથે જ સાબરમતી નદી બે કાંઠે રહી શકે તેવી શકયતા વ્યક્ત કરી વડોદરા, આણંદ, તારાપુર, પેટલાદ, સાવલી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા જ્યારે પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહેસાણામાં 4 ઈંચ, બનાસકાંઠામાં 8 ઈંચ વરસાદની શક્યતા

એટલું જ નહીં પણ 7- 12 જુલાઈ વચ્ચે મહેસાણામાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદની જયારે બનાસકાંઠામાં 8 ઇંચ વરસાદ રહી શકે તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમજ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂરની શક્યતા વ્યક્ત કરી મધ્યપ્રદેશના ભારેથી અતીભારે વરસાદ થતા નર્મદા બે કાંઠે થઇ શકે તેમજ તાપી નદીઓનું જળસ્ત્રાવ વધે તેવી શકયતા વ્યક્ત કરી છે. આ વરસાદનું વહન દરિયાકિનારે આવી પહોંચતા દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે સાથે જ વરસાદ ગાજવીજ અને વીજ પ્રપાત થશે. જેના કારણે હવામાન વિભાગના આદેશ મુજબ સચેત રહેવા અંબાલાલ પટેલે જણાવ્યું છે.

આ પણ વાંચો: Junagadh Rain Video : ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ, વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video માં પ્રકૃતિની સુંદરતા !

હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ

રાજ્યમાં 7 જુલાઈએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 7 જુલાઈએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. 8 જુલાઈએ રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યેલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જામનગરમાં 8 જૂલાઈએ રેડ ઍલર્ટ અપાયુ છે. દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડના ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે કચ્છ, રાજકોટ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">