ગુજરાતમાં થતી કોંગ્રસની રેલીઓ અને સભાઓ ષડયંત્ર કરીને કોણ કરાવે છે ‘ફ્લોપ’ ? હાર્દિકે કર્યો ખુલાસો

|

May 19, 2022 | 2:49 PM

હાર્દિક પટેલે(Hardik Patel) કહ્યું, અમે ગુજરાતમાં 300-400 કિમીની પદયાત્રા કરતા હતા ત્યારે અમારી પાર્ટીના નેતાઓ દિલ્હીમાં (Delhi) એસીમાં બેઠેલા નેતા આ પદયાત્રા પર કઈ રીતે પાણી ફેરવી દેવું તેની કોશિશ કરી રહ્યા હતા.

ગુજરાતમાં થતી કોંગ્રસની રેલીઓ અને સભાઓ ષડયંત્ર કરીને કોણ કરાવે છે ફ્લોપ ? હાર્દિકે કર્યો ખુલાસો
Hardik Patel lashes out over congress

Follow us on

Hardik Patel : હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસને (Congress Party) આડેહાથ લીધી છે. તેણે કોંગ્રસ પક્ષમાં રહેલા આંતરિક વિખવાદ અંગે પણ આ કોન્ફરન્સમાં જણાવ્યુ છે. તેણે કહ્યું કે, ગુજરાતમાં કોગ્રેસ પાર્ટી માત્ર જાતીવાદની રાજનીતી (Politics) કરે છે. મને (Hardik Patel) આપેલી કાર્યકારી અધ્યક્ષની જવાબદારી માત્ર સોભાના ગાંઠીયા જેવી જ હતી. અન્ય રાજ્યોમાં આ પદ પરના લોકો માટે કોઈ ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવે છે. કોઈને યુથ કોંગ્રેના (Youth Congress) નેતા બનાવાય છે તો કોઈને મહિલા કોંગ્રેસના નેતા બનાવાય છે, પણ આવી કોઈ જવાબદારી મને આપવામાં આવી નથી.

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉડીને આંખે વળગ્યો

વધુમાં હાર્દિક પટેલે કહ્યું, અમે ગુજરાતમાં 300-400 કિમીની પદયાત્રા કરતા હતા ત્યારે અમારી પાર્ટીના નેતાઓ દિલ્હીમાં (Delhi) એસીમાં બેઠેલા નેતા આ પદયાત્રા પર કઈ રીતે પાણી ફેરવી દેવું તેની કોશિશ કરી રહ્યા હતા. ઉપરાંત તેણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોઈ કોંગ્રેસ છોડી ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો કહેવાય છે. પણ આટલી મોટી સંખ્યામાં નેતાઓએ (Congress Leader) કોંગ્રેસ પક્ષે છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે.

સાથે તેણે કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર 7-8 લોકો છેલ્લા 33 વર્ષથી પાર્ટી ચલાવે છે. અહીં સારા માણસો નહીં પણ મારા માણસોને આગળ કરવાનું ચલણ ચાલે છે. ગુજરાતમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) આવે તેના કાન ભરે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ક્યારેય ગુજરાતના મુદ્દા પર ચર્ચા કરી નથી કેમ કે અહીંના નેતા તેમને ગુજરાતની સમસ્યા જણાવવાને બદલે તેનું શું ખાવું છે…. ! તે નક્કી કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે આડકતરી રીતે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનો ખુલાસો કર્યો છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

કોંગ્રેસમાં જાતીવાદ ચરમસીમા પર : હાર્દિક પટેલ

વધુમાં તેણે કહ્યું કે, કોંગ્રેસમાં જાતીવાદ ચરમસીમા પર છે. પ્રદેશ પ્રમુખ માટે આપેલાં નામ સાથે તેની જાતી પણ લખવામાં આવે છે. દલિત સમાજ હોય તે તેની સાથે પેટા જ્ઞાતી પણ લખાય છે અને પાટીદાર હોય તો તેને કડવા – લેઉવામાં વિભાજત કરવામાં આવે છે. ઉપરાંત તેણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર લોકોનો ઉપયોગ કરે છે. 2017માં અમારો ઉપયોગ કરાયો, અમે અમારા સમાજ માટે સરકાર સામે આંદોલન કરતા હતા, ત્યારે કોંગ્રેસને તેનો લાભ ઉઠાવ્યો પણ તેના મેનિફેસ્ટોમાં ક્યાંય પાટીદારનું નામ પણ લીધું નથી. બીજી બાજુ શાસક સરકારે ઉદારતા બતાવી 10 ટકા અનામત આપ્યું.

Next Article