Monsoon 2022 : ગુજરાતમાં 16 અને 17 જૂને સારા વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ ચોમાસુ (Monsoon) સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત પહોચી ગયુ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે.
ગુજરાત (Gujarat) માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે આગામી 16 અને 17 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર રાજ્યમાં પહોંચશે. ચોમાસાનું ગુજરાતમાં આગમન થતા જ અનેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજ્યવાસીઓને ગરમીમાંથી (Heat) રાહત મળશે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતને ધમરોળશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ ચોમાસુ (Monsoon) સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત પહોચી ગયુ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. હવે આગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર રાજ્યમાં પહોંચશે. આગામી 16 અને 17 જૂને સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેમજ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે.
ગરમીને લઈને પણ રાહતના સમાચાર
ચાલુ વર્ષે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. જે બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગરમી હાલ ઘટી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા હવે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવે ચોમાસુ બેસતા હજુ બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી શકશે. જોકે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.