Gujarati Video : હવે ક્યારેય નહીં થાય ‘અમદાવાદ’નું નામ ‘કર્ણાવતી’ ! મુદ્દો ઉઠાવનાર ભાજપે જ અમદાવાદ નામ સ્વીકારી લીધું

મુદ્દો ઉઠાવનાર ભાજપે (BJP) જ અમદાવાદ નામ સ્વીકારી લીધું છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે અમદાવાદનું નામ બદલી કર્ણાવતી ન કરવા અંગે સ્પષ્ટતા કરી છે.

Gujarati Video : હવે ક્યારેય નહીં થાય 'અમદાવાદ'નું નામ 'કર્ણાવતી' ! મુદ્દો ઉઠાવનાર ભાજપે જ અમદાવાદ નામ સ્વીકારી લીધું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 11:31 AM

Ahmedabad : અમદાવાદ શહેરનું નામ બદલીને તેને કર્ણાવતી (Karnavati) કરવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે. દરેક ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠતો રહે છે, પરંતુ હવે આ મુદ્દો ઉઠાવનાર ભાજપે (BJP) જ અમદાવાદ નામ સ્વીકારી લીધું છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે (Hasmukh Patel) અમદાવાદનું નામ બદલી કર્ણાવતી ન કરવા અંગે સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો- Breaking News : સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું અવસાન

સાંસદ હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા

ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું કે જ્યારે હેરિટેજ સિટી માટે પ્રક્રિયા હાથ ધરાઇ ત્યારે ડોઝિયરમાં અમદાવાદ નામ હતું. આથી જો હવે કર્ણાવતી નામ કરાય તો હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવવો પડે. તો સાંસદ હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ભાજપની જ હતી, પરંતુ હવે 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે એના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે.

Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા

આ પણ વાંચો- Gujarat Video : જૂનાગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, 4 આરોપીની ધરપકડ અને 10 ફરાર

હેરિટેજનો દરજ્જો ગુમાવવો પડી શકે

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું, તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યાંય પણ કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું નથી, જેથી ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી છે, જેથી આ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને ગુમાવવો પડી શકે છે.

અગાઉ રાજ્ય સરકારે વિધાનસભામાં પણ કબૂલ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારે સ્વીકાર કર્યો કે અમદાવાદનું નામ બદલવા માટે સરકારે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">