Gujarat Video : જૂનાગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, 4 આરોપીની ધરપકડ અને 10 ફરાર
જૂનાગઢમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. પોલીસે જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં દરોડા પાડીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. સાથે જ સ્થળ પરથી દારૂ બનાવવાની તમામ સાધન-સામગ્રી પણ જપ્ત કરી લેવામાં આવી છે.
Junagadh : ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અવારનવાર દારૂ ઝડપાતો હોય છે. ત્યાર ફરી એક વાર જૂનાગઢમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. પોલીસે જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં દરોડા પાડીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. સાથે જ સ્થળ પરથી દારૂ બનાવવાની તમામ સાધન-સામગ્રી પણ જપ્ત કરી લેવામાં આવી છે. હજારો લીટર દારૂ બનાવવાનો ઓથો પણ મળી આવ્યો છે.
આ પણ વાંચો : Junagadh: ઈવનગરમાં શિકાર કરવા ગયેલી સિંહણને વાછરડાએ ભગાડી, જુઓ Video
પોલીસે દરોડા પાડીને 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે 10 આરોપી ફરાર થઇ ગયા છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ ઉઠે છે કે જ્યાં એક તરફ ગુજરાતમાં દારૂ પર પાબંદી છે. છતાં પણ દારૂની હેરફેર અને ભઠ્ઠીઓ ઝડપાઇ રહી છે. જાણે કે બુટલેગરોને પોલીસનો કોઇ પણ પ્રકારનો ભય જ નથી રહ્યો.
Latest Videos