AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું અવસાન, જુઓ Video

સુરતમાં રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં ચાર લોકોએ ઝેરી દવા પીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમ્યાન રત્નકલાકારની પત્નીનું અવસાન થયું છે.

Breaking News : સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું અવસાન, જુઓ Video
Surat Diamond Worker Family Suicide
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 08, 2023 | 10:37 AM
Share

Surat : સુરતમાં(Surat) રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાતનો(Suicide)  પ્રયાસ કર્યો છે. જેમાં ચાર લોકોએ ઝેરી દવા પીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમ્યાન રત્ન કલાકારની પત્નીનું અવસાન થયું છે.સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં સરથાણાના પરિવારના 4 સભ્યે આર્થિક તંગીમાં પગલું ભર્યાની આશંકા છે.

મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમજ 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની હોય તે રીતે સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પી સામૂહીક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

જ્યાં ટુંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું છે. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. આપઘાત કરી લેનારા ચારમાંથી માતા પુત્રીના મોત થયા છે. જ્યારે અન્યને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા(55)હીરાના કારખાનામાં કામ કરતા હતા. બુધવારે મોડી વિનુભાઈ તેમની પત્ની 50 વર્ષની શારદાબેન તેમનો પુત્ર અને પુત્રી સેનીતા એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર આપવામાં આવી હતી.

આ  દરમિયાન શારદાબેન અને સૈનિતાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી ચાલતી હોવાથી આર્થિક સંકળામણના કારણે તેમણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા છે અને પરિવારના આત્યંતિક પગલાં બાબતે તપાસ શરૂ કરી છે.પિતરાઈને કહ્યું સંતાનોને સાચવી લેજે  કહી ઝેરી દવા પી લેતા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા સંતાનોને સાચવી લેજે. જેથી પિતરાઈ ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">