Gujarat માં હવામાનમાં આવશે પલટો, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા
ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તો 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ભાવનગર, જૂનાગઢ, દિવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે.
ગુજરાતમાં(Gujarat) ફરી એકવાર ખેડૂતોને માવઠાનો (Unseasonal Rain) માર સહન કરી શકવો પડે છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું(IMD) માનીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. તો ગાંધીનગર, અમદાવાદમાં પણ માવઠાની શક્યતા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરામાં માવઠાની આગાહી છે.બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
જેમાં ગુજરાતમાં મંગળવારે નોંધાયેલી ગરમીની વાત કરીએ તો, અમદાવાદમાં 41.2 ડિગ્રી, અમરેલીમાં 41.4 ડિગ્રી, વડોદરામાં 40. 8 ડિગ્રી, ભાવનગરમાં 38.9 ડિગ્રી, ભૂજમાં 40. 1 ડિગ્રી, ડીસામાં 40. 0 ડિગ્રી, ગાંધીનગર માં 41.8 ડિગ્રી, જૂનાગઢ માં 32.2 ડિગ્રી, કંડલા માં 40.1 ડિગ્રી, પાટણ માં 40 .0 ડિગ્રી, રાજકોટમાં 40 . 9 ડિગ્રી, સુરતમાં 37. 0 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તો 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ભાવનગર, જૂનાગઢ, દિવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે. એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે. પરંતુ ખેડૂતો જ્યાં ઉનાળું પાક માટે રોપણી કરી ચૂક્યાં છે અને યોગ્ય સમયે પુરતું પિયત નથી રહ્યું. ત્યારે આ માવઠું ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભુ કરશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : Kutch : ખેડુતોનું દુધઇ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ, નહી તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ GCTM સેન્ટરનું ભૂમિપૂજન કર્યુ, કહ્યુ ‘WHOના વિશ્વાસ પર ભારત ખરુ સાબિત થશે’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો