ગુજરાતમાં શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં, કોરોનાને પગલે શરૂ કર્યું ઓનલાઇન આંદોલન

બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર મુદ્દાઓને લઇને શિક્ષકો લડી લેવાના મુડમાં છે.ગુરુવારે શિક્ષકોએ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સહીતના માધ્યમોમાં પોસ્ટ મુકીને વિરોધ નોંધાવ્યો હતો

ગુજરાતમાં શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં, કોરોનાને પગલે શરૂ કર્યું ઓનલાઇન આંદોલન
Gujarat teachers mood to fight over pending issues online movement was started following Corona

ગુજરાત(Gujarat) માં શિક્ષકો(Teachers) ના પ્રશ્નોને લઇને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા સોશયલ મીડિયાના માધ્યમથી આંદોલન(Agitation) ની શરૂઆત કરાઇ છે. એક જ દિવસમાં રાજ્યના 5 હજાર કરતા વધુ શિક્ષકોએ સોશયલ મીડિયા પોસ્ટ કરીને વિરોધ વ્યક્ત કર્યો. બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો જોઈએ તો

– શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી
– સાતમા પગાર પંચના બાકી હપ્તા
– ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ
– હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રક્રિયા
– આચાર્યની નિમણૂક વખતે ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ
– સીપીએફને નાબુદ કરીને જીપીએફ લાગુ કરવા શિક્ષકોની માગ
– રાજ્યના 30 હજાર ઉપર શિક્ષકોને અન્યાય
– ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવાની શિક્ષકોની માંગ

સહિતના મુદ્દાઓને લઇને શિક્ષકો લડી લેવાના મુડમાં છે.ગુરુવારે શિક્ષકોએ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સહીતના માધ્યમોમાં પોસ્ટ મુકીને વિરોધ નોંધાવ્યો હતો.

શિક્ષકો પાસે શિક્ષણ સાથે તમામ પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરાવવામા આવે છે પરંતુ જ્યારે શિક્ષકોના પ્રશ્નોની વાત આવે ત્યારે સરકાર આંખ આડા કાન કરે છે. ત્યારે શિક્ષકોના વિવિધ મુદ્દા ઓને લઇને શિક્ષકો દ્વારા ઓનલાઇન વિરોધ શરૂ કરવામા આવ્યો છે. એક જ દિવસમાં પાંચ હજારથી વધુ શિક્ષકોએ ઓનલાઇન વિરોધ નોંધાવ્યો. તો 30 હજાર ઉપર શિક્ષકોએ સેલ્ફી મોકલી વિરોધ નોંધાવ્યો છે.

મહત્વનું છે કે અગાઉ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ નકકર કાર્યવાહી ન થતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 7 ઓગસ્ટ સુધી વિવિધ સોશ્યલ મીડિયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું આયોજન પણ આંદોલન કરતા શિક્ષકો દ્વારા કરાયું છે.

ત્યારે જોવાનું એ રહે છે કે અનુદાનિત શિક્ષકો દ્વારા કોરોનાને કારણે શરૂ કરવામાં આવેલ ઓનલાઇન આંદોલનની સરકાર પર કેટલી અને કેવી અસર પડે છે. શું સરકાર શિક્ષક તરફી નિર્ણય લે છે કે પછી શિક્ષકોનું આંદોલન યથાવત રહે છે.

આ પણ વાંચો : Joe Biden Phone Call Imran Khan: બાઈડેને વડાપ્રધાન મોદીને કર્યો કોલ પણ ઈમરાન ખાનને અવગણતા અમેરિકાને આપી ગીધડ ધમકી

આ પણ વાંચો :  SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati