AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વધી રહેલા ચોરી લૂંટના બનાવોને ડામવા શહેર પોલીસે છેડયું અનોખુ અભિયાન, જુઓ Photos

અમદાવાદમાં વધી રહેલા ચોરી લૂંટના બનાવોને ડામવા શહેર પોલીસે અભિયાન છેડયું છે. જેમાં નકલી પોલીસ બની લૂંટ અને તફડંચી કરતી ઈરાની ગેંગના સાગરીતોના ફોટા સહિતના બેનરો વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા. 

અમદાવાદમાં વધી રહેલા ચોરી લૂંટના બનાવોને ડામવા શહેર પોલીસે છેડયું અનોખુ અભિયાન, જુઓ Photos
yunus.gazi
| Edited By: | Updated on: Oct 26, 2024 | 10:16 PM
Share

અમદાવાદમાં સ્થાનિક પોલીસ મથકોના PI , PSI ને જાહેર સ્થળો પર જઈ લોકોને ઈરાની ગેંગ અને ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી જાગૃત કરવા આદેશ અપાયો છે. વધી રહેલા ચોરી લૂંટના બનાવોને ડામવા શહેર પોલીસ આગળ આવી છે. મણિનગર, ઇસનપુર, વટવા, કાગડાપીઠ, દાણીલીમડા, નારોલ, વટવા GIDC પોલીસ મથકોના અધિકારીઓ જાહેર માર્ગો પર ઉતરી લોકોને જાગૃત કરી રહ્યા છે.

ચોર લૂંટારુઓની તસવીરો સાથેના પોસ્ટર લગવાયા

અમદાવાદ વાસીઓએ સાવધાન થવાની જરૂર છે. કારણ કે, દિવાળીના તહેવાર આવતાની સાથેજ ચોર લૂંટારુઓ સક્રિય થઈ જતા હોય છે. તેમાંય ઈરાની ગેંગ તો તેની ખાસ મોડસ ઓપરેન્ડી થી ગુનાઓને અંજામ આપી ફરાર થઇ જતી હોય છે. નાગરિકો ચોર લૂંટારુઓ અને ઈરાની ગેંગનો ભોગ ના બને તે માટે અમદાવાદ શહેર પોલીસના ઝોન-6 વિસ્તારના લોકોને જાગૃત કરવા આવા ચોર લૂંટારુઓની તસવીરો સાથેના પોસ્ટર વિવિધ વિસ્તારોમાં લગાવ્યા છે. પોલીસે જનજાગૃતિના હથિયાર થકી ઈરાની ગેંગ વિરુદ્ધ યુદ્ધ છેડયું છે.

  • આગળ પોલીસ ચેકીંગ છે, માસી તમારા દાગીના અહીં ઉતારી દો..
  • અમે ક્રાઇમ બ્રાન્ચ થી છે તમારો માલસામાન બતાવો..
  • આગળ ખૂન થયું છે.. પોલીસ ચેકીંગ છે તમારા ઘરેણાં રૂમાલ માં મૂકી દો..
  • આગળ લૂંટ થઈ છે તમારા ઘરેણાં અહીં મૂકી દો…

આવી રીતે અલગ અલગ જગ્યાઓ પર લોકોને ડરાવી ઈરાની ગેંગના સાગરીતો લોકોને ઠગી લેતા હોય છે, લૂંટી લેતા હોય છે. તહેવારો ટાણે ઈરાની ગેંગના સાગરીતો રાજ્યના જુદા જુદા શહેરો માં ઉતરી પડે છે અને લૂંટ ફાટ ચલાવે છે. ઈરાની ગેંગ સફળ ન થાય અને લોકોના જાન માલની રક્ષા થાય તે હેતુસર અમદાવાદ શહેર પોલીસના ઝોન- 6 વિસ્તાર માં ઠેર ઠેર ઇરાની ગેંગના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશનના તમામ PI, PSI પોતાના સ્ટાફ સાથે જાહેર સ્થળો પર જઈ લોકો ને સમજ આપી રહ્યા છે.

બાઇક પર બે ની સંખ્યામાં સવાર થઈને શિકારની શોધમાં નીકળે

ઈરાની ગેંગ અંગે વિગતો આપતા જે ડિવિઝન ACP પી બી જાડેજાએ જણાવ્યું કે ઈરાની ગેંગના સાગરીતો મહારાષ્ટ્રમાથી આવતા હોય છે. એક સાથેજ કોઈ શહેરમાં અલગ અલગ વિસ્તારો માં સક્રિય થઈ જતા હોય છે. મજબૂત બાંધાના ,લંબાઈ ધરાવતા આ ગુનેગારો એક બાઇક પર બે ની સંખ્યામાં સવાર થઈને શિકારની શોધમાં નીકળી પડતા હોય છે અને પછી મહિલાઓ, અને વૃધ્ધો ને શિકાર બનાવતા હોય છે.

શિકાર પાર પાડી પલાયન થઈ જતા

ઈરાની ગેંગ નો શિકાર ન થવું હોય તો તેને ઓળખી લો. અહીં આપવામાં આવેલી તસવીરોમાં દેખાતા આ ચહેરા ક્યારેક એક બાઇક પર ક્યારેક બે બાઇક પર સવાર થઈ ને આવતા હોય છે. ટૂંકા વાળ રાખતા હોય છે. સમય સંજોગો જોઈ શિકાર પાર પાડી પલાયન થઈ જતા હોય છે.

gujarat police aware people about theft and robbery case in Ahmedabad

અમદાવાદ પોલીસે તો તમને જાગૃત કરી દીધા હવે સતર્ક રહેવાની જવાબદારી તમારી છે. જો તસ્વીરમાં દેખાતા ચહેરા ક્યાંય પણ દેખાય તો તેની વાતોમાં ફસાઈ જવાને બદલે ખુબજ કુનેહપૂર્વક પોલીસ ને માહિતગાર કરો અને આવા લૂંટારુઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં મદદ રૂપ થવા પોલીસ લોકોને અપીલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">