ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર દક્ષનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર દક્ષનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો
Basketball Player Daksh Died In Road Accident (File Image)

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ 26 અંગદાનમાં શરીરના 89 જૂદા જૂદા અંગો દ્વારા 75 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

Jignesh Patel

| Edited By: Chandrakant Kanoja

Dec 28, 2021 | 8:51 PM

ગુજરાતના (Gujarat) રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ(Basketball) પ્લેયર (Player)દક્ષનું(Daksh)મહેસાણા જતાં માર્ગ અકસ્માત નડયો હતો. જો કે તેને સારવાર અર્થે મહેસાણા (Mehsana)લઇ જવામાં આવતા ત્યા દક્ષને બ્રેઇનડેડ જાહેર કરાયો. ચહેરાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેના માતા-પિતા દક્ષની છબી જોવા માટે પણ સક્ષમ ન હતા.

મહેસાણાના સામાજીક કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And Transplant Organisation)ની ટીમને દક્ષના બ્રેઇનડેડ થવાની જાણ કરાતા ટીમ સત્વરે મહેસાણા પહોંચી. મહેસાણા પહોંચ્યા બાદ ટીમના સભ્યો અને સામાજીક કાર્યકરો દ્વારા દક્ષના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા.

દક્ષના પિતાએ અંગદાનની સંમતિ દર્શાવતા કહ્યું કે, મારો દક્ષ બ્રેઇનડેડ થયો છે. પરંતુ તેના અંગો અન્ય જરૂરિયાતમંદોને મદદમાં આવે અને તેમને નવજીવન મળશે. જેના થકી મારો પુત્ર અન્ય જીવમાં જીવંત રહેશે. તે માટે હું મારા દિકરાનું મારા હ્યદયના ચિરાગનું અંગદાન કરવા તૈયાર છું.

ત્યારબાદ દક્ષને ૨૭મી ડિસેમ્બરના રોજ મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા. આજે અહીં સમગ્ર પ્રક્રિયા દરમિયાન દક્ષની બંને કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.જે ટૂંક સમયમાં જ જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, દક્ષના અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં ૩૬૬ દિવસમાં ૨૬ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. અન્ય જીલ્લામાંથી રીટ્રાઇવલ માટે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ વ્યક્તિને લાવવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ ઘટના દર્શાવે છે કે, સમાજમાં હવે દિવસે ને દિવસે અંગદાન માટે જાગૃકતા પ્રસરી રહી છે. લોકો હવે અંગદાન માટે જાગૃત થયા છે. રાજ્યમા અંગદાનની જનજાગૃતિ માટે ભગીરથ કાર્ય કરી રહેલા અગ્રણી દિલીપ દેશમુખ પણ સિવિલ હોસ્પિટલ ના અંગદાનની નેમમા જોડાઈને તેમના અનુભવ અને સહકાર સાથે મદદરૂપ બની રહ્યા છે.“અંગદાન એ જ મહાદાન”ના સૂત્રને મૂર્તિમંત કરવા સમાજનો દરેક વર્ગ હવે એકજૂથ થવું પડશે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ 26  અંગદાનમાં શરીરના  89 જૂદા જૂદા અંગો દ્વારા 75  જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપાડવામાં આવેલી અંગદાનની પહેલ હવે જન-જન માં જાગૃકતા અને સમાજસેવાની મુહિમ બની છે.

આ પણ  વાંચો : અમદાવાદમાં કોરોનાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

આ પણ વાંચો :  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati