AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા

| Updated on: Dec 28, 2021 | 7:42 PM
Share

અમદાવાદ આવેલા સાત દર્દીમાંથી પાંચ દુબઇ, એક રશિયા જ્યારે અન્ય એક દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યો છે. હાલ તમામના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જો કે હાલ સાતેય દર્દી એકદમ સ્વસ્થ છે.

અમદાવાદ(Ahmedabad)સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)ઓમિક્રૉનના(Omicron)7 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં વિદેશથી આવેલા તમામ 7 દર્દીઓના RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં 7 દર્દીમાંથી પાંચ દુબઇ, એક રશિયા જ્યારે અન્ય એક દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યો છે. હાલ તમામના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જો કે હાલ સાતેય દર્દી એકદમ સ્વસ્થ છે.

કોરોનાના કેસ વધતા અમદવાદ મહાનગરપાલિકા (AMC) ની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : વઢવાણમાં એક કાર્યક્રમમાં કોરોના નિયમોનો ભંગ, ભાજપ નેતાઓની હાજરીમાં કાર્યક્રમ

આ પણ વાંચો:  BHUJ : શહેરમાં અઢી વર્ષથી બંધ છે સીટીબસ સેવા, સિનિયર સીટીઝન અને વિદ્યાર્થી વર્ગને મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">