Breaking News : તૈયાર રહેજો, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી એલર્ટ, જાણો તારીખ, જુઓ Video
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કેટલાક ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યેલો એલર્ટ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં મોનસૂન ફરી એક વખત સક્રિય બન્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હવામાનની મુખ્ય વિગતો
- રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
- અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે.
- હવામાન વિભાગ અનુસાર, પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
આગામી દિવસોની વરસાદી આગાહી
- 21 અને 22 જૂન: રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ
- 22 થી 24 જૂન: કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- માછીમારો માટે સૂચના: આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજનો વરસાદ – કેટલા તાલુકાઓમાં કેટલી વરસ્યો વરસાદ ?
- છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
- ડાંગના આહવામાં સૌથી વધુ પોણા 6 ઈંચ વરસાદ થયો.
- સુબીર (ડાંગ): 4 ઈંચ
- વેરાવળ (ગીરસોમનાથ): 3.19 ઈંચ
- સુત્રાપાડા: પોણાં 3 ઈંચ
- ગિર ગઢડા: 2.25 ઈંચ
- વાંસદા (નવસારી): 2 ઈંચ
નોંધનીય છે કે, છેલ્લા બે દિવસની સરખામણીએ આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે, તેમ છતાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો