ગુજરાત માલધારી પંચાયતે CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, લમ્પી વાયરસથી મૃત પશુઓના માલિકોને વળતર આપવા માગ

ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા લમ્પી વાયરસને (Lumpy virus) લઇને સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ગુજરાત માલધારી મહાપંચાયતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખ્યો છે.

ગુજરાત માલધારી પંચાયતે CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, લમ્પી વાયરસથી મૃત પશુઓના માલિકોને વળતર આપવા માગ
લમ્પીથી પશુના મોત થતા પશુ માલિકોને વળતર આપવા માગ
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Aug 02, 2022 | 12:31 PM

ગુજરાતમાં (Gujarat) પશુઓમાં લમ્પી રોગ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં લમ્પી વાયરસને (Lumpy virus) કારણે પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સંક્રમણ ઓછુ થાય તે માટે પશુઓનું સતત વેક્સીનેશન કરવામાં આવતુ હોવાનો દાવો કરી રહી છે. આમ છતા ગુજરાત માલધારી પંચાયતે (Gujarat Maldhari Panchayat) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખ્યો છે. માલધારી પંચાયતે પત્રમાં જણાવ્યું કે, પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસની અસર સામાન્ય લોકોમાં ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લેવા જરૂરી છે.

ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા લમ્પી વાયરસને લઇને સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ગુજરાત માલધારી મહાપંચાયતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, લોકો ગાય અને ભેંસના દૂધનું સેવન કરતા હોવાથી લમ્પીનું સંક્રમણ પશુઓમાંથી મનુષ્યમાં ન ફેલાય તે સરકાર તાત્કાલિક પગલાં ભરે. માલધારી પંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ સરકાર લમ્પીથી થયેલા મોતના આંકડાઓને છૂપાવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે જ મૃત પશુઓના માલિકોને સરકાર 50 હજારનું વળતર આપે તેવી પણ માગ કરી છે.

20 જિલ્લામાં ફેલાયો લમ્પી

મહત્વનું છે કે, ગુજરાતમાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત ચિંતાજનક હદે વકરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 જિલ્લામાં લમ્પી રોગ ફેલાયો છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, પાટણ, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, મહીસાગર,વલસાડ જિલ્લામાં લમ્પીએ પશુઓને લપેટમાં લીધા છે. 1935 ગામડામાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે. લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 1431 પશુઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 8 લાખ 17 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. તો કચ્છમાં 58 પશુનાં મોત થયા છે

સૌથી વધુ કચ્છ જિલ્લામાં નોંધાયા કેસ

અત્યાર સુધી નોંધાયેલા કેસમાં સૌથી વધુ 37,414 (69%) કેસ કચ્છ જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4108 (7.5%), જામનગર જિલ્લામાં 3559 (6.6%) કેસ નોધાયા છે. આજે નોંધાયેલ નવા કેસની વાત કરીએ તો 1867 કેસ પૈકી સૌથી વધુ કચ્છ જિલ્લામાં 373 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-318, રાજકોટ જિલ્લામાં 349, બનાસકાાંઠા જિલ્લામાં 274 અને જામનગર જિલ્લામાં 244 કેસ નોધાયા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati