ગુજરાત હાઈકોર્ટેનો રાજકોટ પોલીસને વેધક સવાલ, પોલીસને જમીન મામલાની ફરિયાદ નોંધવામાં જ કેમ રસ છે ?

ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્જર દેસાઈએ રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકના PSIની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કલાકોમાં જ તપાસ કરી રહેલા PSIની ટ્રાન્સફરની સરકારી વકીલે જાણકારી આપી હતી. આ દરમિયાન કોર્ટે એવો ધારદાર સવાલ પણ કર્યો કે પોલીસને જમીન મામલાની ફરિચાદ નોંધવામાં જ કેમ રસ લે છે

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 31, 2024 | 8:49 AM

આજે ગુજરાત હાઇકોર્ટે વિવાદીત જમીન મામલાઓમાં પોલીસની કામગીરી સામે સખ્ત નારાજગી વ્યક્ત કરતા સખ્ત સવાલો કર્યા હતા. જસ્ટિસ નિર્જર દેસાઇ રાજકોટ મામલાની એક સુનાવણી કરી રહ્યાં હતા જેમાં રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી PSIની તપાસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા તપાસ અધિકારી સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટના સખ્ત વલણના પગલે કલાકોમાં જ સરકારી વકીલે જાણકારી આપી હતી કે તપાસ અધિકારીનું ટ્રાન્સફર સાઇડ પોસ્ટિંગમાં કરવામાં આવી રહ્યું છે અને શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને પણ સર્ક્યુલર કર્યુ છે કે જમીન મામલામાં પોલીસ અધિકારીઓએ તપાસ ન કરવી

“પોલીસ જમીન મામલાના કેસમાં સમાધાન માટે દબાણ કેવી રીતે કરી શકે?”

જસ્ટિસ નિર્જર દેસાઇ જ્યારે રાજકોટમાં વિવાદીત જમીનની અરજી પર સુનાવણી કરી રહ્યાં હતા ત્યારે તેમણે નોંધ્યુ કે જમીનના કેસોમાં પોલીસ સમાધાન માટે દબાણ કરતી હોવાની અરજીઓ કોર્ટમાં વધુ આવી રહીં છે. પોલીસ જમીનના કેસોમાં આટલો બધો રસ કેમ દાખવે છે એ સવાલ પણ જસ્ટિસ નિર્જર દેસાઇ દ્વારા કરવામાં આવ્યા હતા. પોલીસ જમીન મામલાના કેસમાં સમાધાન માટે દબાણ કેમ કરી શકે એ સવાલ પણ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જસ્ટિસ નિર્જર દેસાઇએ સરકારી વકીલની દલીલ પર સખ્ત સવાલ કરતા કહ્યું હતુ કે તપાસ અધિકારી તૈયાર હોય તો આ મામલાની તપાસ CBIને કરવાના આદેશ આપીએ.  તમે તમારા પોલીસ કમિશનર પાસેથી ઇન્સ્ટ્રક્શન લઇને આવો કે શું તમે CBI તપાસ માટે તૈયાર છો ?

આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી

“પોલીસ જમીનની મેટર એવી રીતે ઝડપે છે જાણે સિંહ સસલાને જોઈને તરાપ મારે”

જસ્ટિસ નિર્જર દેસાઇ દ્વારા સુનાવણી દરમિયાન મૌખિક અવલોકન કરવામાં આવ્યુ હતુ કે આ પાવરના દુરપયોગનો મામલો છે. દિવસેને દિવસે અમને આવી પિટિશનો મળી રહીં છે અને એ પણ માત્ર જમીનને લગતી મેટરોમાં જ છે. પોલીસ જમીનની મેટર એવી રીતે ઝડપે છે જેમ સિંહ સસલાને જોઇને તરાપ મારે, તમે કાયદાના ડરે નિર્દોષ માણસો પર સમાધાન માટે દબાણ કરો છો.  શું તમે આર્બિટ્રેટર છો. તમારા કમિશનરને કહો કે આવા અધિકારી સામે કાર્યવાહી કરે.

હાઇકોર્ટથી ક્લિયર મેસેજ જવો જોઇએ કે ગેરરીતિ નહીં ચાલે

જસ્ટિસ નિર્જર દેસાઇ દ્વારા કોર્ટરૂમમાંથી એ વાત પણ કરવામાં આવી કે હાઇકોર્ટથી ક્લિયર મેસેજ જવો જોઇએ કે કોર્ટ કોઇ પણ ગેરરીતિ નહીં ચલાવી લે. આ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. શું પોલીસ વિભાગને લોકોને હેરાન કરવા માટે પાવર આપવામાં આવ્યો છે. રૂ.18 હજારના CCTV કોઇ ઉઠાવી ગયુ એમાં તો તપાસ અધિકારી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શનની તપાસ કરવા લાગ્યા છે. આવો ઉત્સાહ બીજી કંઇ મેટરમાં બતાવો છો. સુરત, રાજકોટ, વડોદરા જ્યા જમીનની કિંમતો વધે છે ત્યારે તમારુ ફોક્સ લેન્ડ મેટર પર જ હોય છે. તમારા પુરાવા જોઇતા હોઇ તો હું રજિસ્ટ્રીમાંથી આ પ્રકારના કિસ્સાઓનું લિસ્ટ સોંપી શકુ છું

“જમીનની ફરિયાદો તરત નોંધી લો છો”

અન્ય એક કેસમાં પણ સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્જર દેસાઇ દ્વારા સરકારી વકીલને કહેવાયુ હતુ કે તમને જમીનની ફરિયાદો નોંધવામાં જ રસ કેમ છે. અન્ય કોઇ ગુનામાં તમે FIR નથી નોંધતા પણ જેવી કરોડોની જમીનની ફરિયાદ આવે કે તમે તરત જ FIR નોંધી લો છો

“અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી અપાઇ”

ગુજરાત હાઇકોર્ટના સખ્ત વલણ બાદ સરકારી વકીલ દ્વારા કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે અધિકારીના ટ્રાન્સફરની કાર્યવાહી થઇ રહીં છે અને તપાસ અધિકારીને જિલ્લા બહાર સાઇડ પોસ્ટિંગ આપવામાં આવશે અને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ સર્ક્યુલર કરવામાં આવશે કે જમીન મામલાઓના કેસમાં કોઇ પોલીસ અધિકારી તપાસ નહીં કરે

g clip-path="url(#clip0_868_265)">