Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રાના દિવસથી જ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ, મત આપવા લોકોને અપીલ કરી

Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) સાણંદમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. જેના દ્વારા તેમણે આડકતરી રીતે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરવાનો સંકેત આપ્યા છે.

Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રાના દિવસથી જ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ, મત આપવા લોકોને અપીલ કરી
Amit Shah Gujarat Visit
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 01, 2022 | 10:12 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં(Gujarat)  રથયાત્રા અને અષાઢી બીજના પ્રારંભ સાથે જ રાજ્યમા યોજાનારી વિધાનસભા ચૂંટણી(Gujarat Election)  માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) પ્રચારનો શુભારંભ કરી દીધો છે. જેમાં ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. જેના દ્વારા તેમણે આડકતરી રીતે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરવાનો સંકેત આપ્યા છે. તેમજ અત્યાર સુધી ગુજરાતમાં ભાજપના કોઇ પણ નેતાએ પોતાની મુલાકાત દરમ્યાન ભાજપના ઉમેદવારને વોટ આપવા અપીલ નથી કરી.

ભાજપે તેના સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપે વિધાનસભા ચૂંટણી માટેની કવાયત હાથ ધરી છે. જેમાં ભાજપે તેના સંગઠનને મજબૂત કરવા ઉપરાંત વિધાનસભા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી છે. જેમાં રાજકોટ ભાજપના એક આગેવાને ભાજપની ઉમેદવારોની પસંદગીને લઇને ક્વાયત વિશે માહિતી આપી હતી. ટીવીનાઇન સાથેની વાતચીતમાં આ આગેવાને ભાજપ દ્રારા દરેક વિધાનસભા દીઠ ઉમેદવારોની પસંદગીને લઇને શરૂ કરવામાં આવેલી ક્વાયત,તેમાં સંભવિત ઉમેદવારોને લગતા પૂછાતા પ્રશ્નો,સંભવિત ઉમેદવારના ચારિત્ર્યથી લઇને કાર્યકર્તાઓ સાથેના સબંઘો અને તેની કામ કરવાની ક્ષમતા સહિતના પ્રશ્નોની વિશેષ માંગતો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

એક વિધાનસભાદીઠ 6 ઉમેદવારોની પેનલ નક્કી કરાઇ

સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ દ્રારા ઉમેદવારોની પસંદગીને લઇને ક્વાયત તેજ કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું નામ પાર્ટીના મવડી મંડળને ધ્યાને મૂક્યું હતું જે બાદ પ્રદેશ ભાજપ દ્રારા એક વિધાનસભા બેઠક દીઠ 6 નામો પર મ્હોર લગાડવામાં આવી છે અને આ નામોને આધારે તેનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.આ સર્વેનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરવામાં આવશે જેના આધારે ઉમેદવારોના નામનો નિર્ણય લઇ શકાશે.

આ પણ વાંચો

ઉમેદવાર પસંદગીનો આખરી નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે

જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની 54 વિધાનસભાના પ્રભારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના સંગઠન પ્રભારી રત્નાકર,મહામંત્રી વિનોદ ચાવડા,ઉપાધ્યાક્ષ ભરત બોઘરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.સંભવિત ઉમેદવારો અને હાલમાં જે નામોની ચર્ચા રહેલી છે તેઓની ટિકીટ અંગે મહામંત્રી વિનોદ ચાવડાએ કહ્યું હતું કે ભાજપમાં ઉમેદવારોની પસંદગીની એક પ્રક્યિા છે.પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ સેન્સ આધારીત નામોની ચર્ચા કરે છે અને તે નામને આખરી મંજૂરીની મ્હોર લગાડવામાં આવતી હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">