Gujarat માં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારીઓ, શુક્રવારથી દ્વારકામાં ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા
ગુજરાત કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચુંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગુજરાતમાં(Gujarat) વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે(Congress)કમર કસી છે. તેમજ તેના ભાગરૂપે શુક્રવારથી દ્વારકામાં કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર(Chintan Shibir) યોજાવવા જઇ રહી છે.કોંગ્રેસે સંગઠનને મજબૂત બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે.જેના ભાગરૂપે આગામી 25 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી દ્વારકા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.આ શિબિરમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યા હોવાથી કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પ્રદેશ નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભીખુ વારોતરિયા સહિતના નેતાઓએ દ્વારકામાં ધામા નાખ્યા છે અને તૈયારીઓને લઈ દ્વારકામાં આહીર સમાજની વાડીમાં મિટિંગનું આયોજન કરાયું હતું.
ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા
જેમાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે આ ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે. જેમાં મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. તેમજ શિક્ષણ, બેરોજગારી મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે
રાહુલ ગાંધી દ્વારકા ચિંતન શિબિરમાં સૌ કાર્યકર-પદાધિકારીઓને માર્ગદર્શિત કરશે
કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચુંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પ્રદેશ-જીલ્લા-તાલુકામાંથી ૫૦૦થી વધુ નેતા- આગેવાનો ભાગ લેશે.કોંગ્રસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી દ્વારકા ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના સૌ કાર્યકર-પદાધિકારીઓને માર્ગદર્શિત કરશે.
ગુજરાતની છ કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજુ કરશે
કોંગ્રેસ પક્ષના તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ, કોર કમીટીના સભ્યો, કોર્ડિનેસન કમીટીના સભ્યો દ્વારકા ચિંતન શિબિર માં ભાગ લઈ વિધાનસભાની ચુંટણીમાં 125 + બેઠક જીતવા રોડ મેપ બનાવશે.ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપની નિષ્ફળતા સાથે ચાર્ટર ડીમાન્ડ રજુ કરાશે.ત્રણ દિવસીય ચિંતન શિબિર બાદ 27 મી તારીખે ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણીને ગુજરાતની છ કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજુ કરશે.
આ પણ વાંચો : Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે
આ પણ વાંચો : Kutch: જો આવું થયુ તો બાગાયત ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ ખારેકમાં FPO માટે માર્ગદર્શન અપાયુ, જાણો શુ છે ફાયદા