Gujarat ના અંબાજી અને સોમનાથ મંદિરે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં 200 કિલો સોનાનું રોકાણ કર્યું
ગુજરાતમાંથી GMS હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આવ્યો હતો. જેમાં મંદિર ત્રણ તબક્કામાં 168 કિલો સોનું જમા કરાવી ચૂક્યું છે. જેમાં બે તબક્કામાં 96 કિલો અને 23 કિલોનો સમાવેશ થાય છે
Ahmedabad: ગુજરાતના(Gujarat)મંદિરો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) હેઠળ મુદ્રીકરણ માટે સોનું(Gold)જમા કરાવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે . જેમાં બેંકર્સના અંદાજ મુજબ ગુજરાતના મોટા મંદિરો દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં આશરે 200 કિલો સોનું જમા કરાવવામાં આવ્યું છે.
અંબાજી મંદિર અને સોમનાથ મંદિરે GMS હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ 200 કિલો સોનું જમા કરાવ્યું છે. વર્તમાન કિંમતો પ્રમાણે આ 120.6 કરોડ રૂપિયાની ગોલ્ડ ડિપોઝિટ છે.
આ ટ્રેન્ડ પર બોલતા જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર મંદિરોને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ દાનમાં એકત્ર કરાયેલું સોનુ બેંકોમાં જમા કરવા પ્રોત્સાહિત કરી રહી છે. જેની પર વાર્ષિક 2.25 ટકા વ્યાજ મળે છે. જ્યારે લાંબા ગાળાની થાપણો પર 2.5 ટકા વ્યાજ મળે છે.મંદિરો વર્તમાન બજાર ભાવે સોનાને રિડીમ કરી શકે છે કારણ કે તેમની થાપણો પરિપક્વ થાય છે અને વ્યાજ પણ મળે છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ત્રણ તબક્કામાં 168 કિલો સોનું જમા
ગુજરાતમાંથી GMS હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આવ્યો હતો. જેમાં મંદિર ત્રણ તબક્કામાં 168 કિલો સોનું જમા કરાવી ચૂક્યું છે. જેમાં બે તબક્કામાં 96 કિલો અને 23 કિલોનો સમાવેશ થાય છે
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઘણી વાર ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન દ્વારા સોનાના રૂપમાં દાન સ્વીકારે છે અને આવકવેરા કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેને મુક્તિ આપવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે મંદિરના દાનપેટીમાં પણ જવેલરીના રૂપમાં દાન સ્વરૂપે ઘણું સોનું બચેલું જોવા મળે છે.
સોમનાથ મંદિર કે જેણે મંદિરના સ્પાયર્સ પર ગોલ્ડ પ્લેટિંગ કરવા માટે દાન દ્વારા સંચિત સોનાનો મોટાભાગે ઉપયોગ કર્યો છે, તેણે જીએમએસ હેઠળ છ કિલો સોનું પણ જમા કરાવ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના સ્પાયરને પ્લેટિંગ કરવા અને તેને સજાવવા માટે લગભગ 150 કિલો સોનું ઓગળવામાં આવ્યું છે.
GMS હેઠળ બારના રૂપમાં લગભગ 6 કિલો સોનું જમા કરાવ્યું
મંદિર ટ્રસ્ટે તાજેતરમાં GMS હેઠળ બારના રૂપમાં લગભગ 6 કિલો સોનું જમા કરાવ્યું છે. સોનાનું મુદ્રીકરણ કરીને મેળવેલા મોટા ભાગના ભંડોળને મોટાભાગે ચેરિટી અને મંદિરની કામગીરીમાં કરવામાં આવે છે.