Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી, જુઓ Video

ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાશે. પંચમહાલ, દાહોદ, ખેડામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 5:17 PM

Gujarat Rain : ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાશે. પંચમહાલ, દાહોદ, ખેડામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલીમાં પવન સાથે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે વરસાદ મધ્ય અને ઉત્તર તરફ વળ્યો છે. જો કે, મોડે આવેલો આ વરસાદ હવે તમામ કમી પૂરી કરવાની ફિરાકમાં હોય તેમ વરસી રહ્યો છે. અમદાવાદને તો વરસાદે જળબંબાકાર કરી મૂક્યું છે. બીજી તરફ પાટનગર ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર બેટિંગ થઈ છે.

આ પણ વાંચો  : Valsad માં 24 કલાકમાં ભારે વરસાદ ખાબકયો, જુઓ Video

અરવલ્લી જિલ્લાના તો તમામ તાલુકાઓમાં ભરપૂર વરસાદ થયો, અને અનેક વિસ્તારો પાણી પાણી થતાં વાહનચાલકો અટવાયા. વડોદરામાં પણ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. નર્મદા અને મહીસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. મહત્વનુ છે કે આ વરસાદ ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">